Abtak Media Google News

એસટીની કુલ 9 વોલ્વો બસ મારફત 218 લોકો ચિંતન શિબિરમાં ભાગ લેવા બપોરે પહોંચી ગયા

ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ ટી ની વોલ્વો બસ માં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું.

વડા પ્રધાન  નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્ય ના પ્રશાસનિક તંત્ર ને જન સેવા માટે વધુ લોકાભિમુખ  બનાવવા ના અભિનવ વિચાર સાથે  તેમના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ માં 2003 થી શરુ કરેલી ચિંતન શિબિર ની આ 10 મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં શરૂ  છે.

આ શિબિરમાં સહભાગી થવા મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ  તેમજ મુખ્ય સચિવ  રાજકુમાર અને રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓ ના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહન ને બદલે એસ ટી ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએ થી રવાના થયા હતા. ગાંધીનગરથી  મંત્રી મંડળ  નિવાસ સંકુલ ના કોમ્યુનિટી સેન્ટર ખાતે થી મુખ્ય મંત્રી અને  મંત્રીઓ માટે  એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે 4 વોલ્વો, ઉત્તર ગુજરાત ના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી  તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરત થી તેમજ સૌરાષ્ટ્ર  અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટ થી એમ 9 વોલ્વો બસ મારફતે 218 જેટલા લોકો  બપોરે એકતા નગર પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.