મુખ્યમંત્રી કાલે રાજકોટમાં: મારવાડી કોલેજ અને નાગરિક બેંકના કાર્યક્રમમાં હાજરી આપશે

વડોદરાથી હવાઈ માર્ગે રાજકોટ આવશે, રાત્રે સર્કિટ હાઉસ ખાતે ભોજન લીધા બાદ અમદાવાદ જવા રવાના થશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટની મુલાકાતે છે. તેઓ અહીં મારવાડી કોલેજ અને નાગરિક બેંકના ફંક્શનમાં હાજરી આપવાના છે. તેઓ અહીં રાત્રી ભોજન લઈને અમદાવાદ રવાના થઈ જવાના હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈને સીએમઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને તેમનો કાર્યક્રમ મોકલી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જાહેર થતા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સીએમઓમાંથી મળેલ કાર્યક્રમના દર્શાવાયું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બપોરે ૩:૧૫ કલાકે વડોદરા એરપોર્ટથી રવાના થશે. જ્યાથી તેઓ ૪ વાગ્યે રાજકોટ એરપોર્ટ પહોંચશે. ૪:૩૦ કલાકે તેઓ મારવાડી યુનિવર્સિટીમાં ત્રીજા કોનવોકેશનમાં હાજરી આપશે. તેઓ અહીં એક કલાક સમય વિતાવીને રવાના થશે. બાદમાં તેઓ ૬ વાગ્યે ૧૫૦ ફૂટ રોડ ઉપર રૈયા સર્કલ નજીક રાજકોટ નાગરિક બેન્કની હેડ ઓફિસમાં આયોજિત ફેલિસીટેશન પ્રોગ્રામમાં હાજરી આપશે.

ત્યાં અડધી કલાકના રોકાણ બાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે રવાના થશે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે ડિનર લઈને ૮:૩૦એ એરપોર્ટ જવા રવાના થવાના છે. તેઓ ૮:૪૦એ રાજકોટ એરપોર્ટથી પોતાના એરક્રાફ્ટ મારફતે અમદાવાદ જવા રવાના થશે અને ૯:૧૦ કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજકોટ મુલાકાતનો સતાવાર કાર્યક્રમ સીએમઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.