Abtak Media Google News

સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ કન્યા છાત્રાલય કોરોના હોસ્પિટલમાં ફેરવવાની તૈયારીઓ

રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એન.કે. જાડેજા કન્યા છાત્રાલયમાં 100 બેડની કોવિડ સારવાર માટેની સુવિધા શરૂ કરવા માટે કલેકટર તંત્રને જાણ કરવામાં આવી છે. આ સાથે ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ સહિત સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની છાત્રાલય કોવિડ માટે સરકારને સુપ્રત કરવામાં આવશે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોનાની મહામરીને પહોંચી વળવા ક્ષત્રિય સમાજ સરકારના ખંભેથી ખંભા મેળવીને લડત આપવા માટે કટિબદ્ધ છે. જેના માટે રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એન.કે. જાડેજા કન્યા છાત્રાલયમાં 100 બેડની સુવિધા સાથે કોવિડ કેર શરૂ કરવા માટે સરકારને સુપ્રત કરવામાં આવી છે. જેના માટે સમાજના અગ્રણીઓ દ્વારા કલેકટર તંત્રને પણ જાણ કરવામાં આવી છે.

એટલું જ નહીં પરંતુ રાજકોટની સાથે સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ આવેલી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કન્યા છાત્રાલયોની બિલ્ડીંગ કોરોનાની સારવાર માટે સરકારને સોંપવામાં આવી છે. તો બીજી તરફ આગામી 17થી 30 એપ્રિલ સુધી 14 દિવસ સુધી ગુજરાતમાં વસતા રાજપૂત સમાજના ભાઈઓને તેમના ધંધા બંધ રાખી સ્વયંભૂ લોકડાઉન કરવા માટે પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.