Abtak Media Google News

પ્રથમ ઈનીંગમાં લો-સ્કોરીંગ રન કર્યા બાદ પણ ભારતને ૭૫ રનની લીડની શકયતા: અશ્ર્વિને ત્રણ અને બુમરાહ-યાદવે ૨-૨ વિકેટ ઝડપી: ઓસ્ટ્રેલીયાએ ૧૫૫ રન કરી ૮ વિકેટ ગુમાવી

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ એડીલેડ ખાતે રમાઈ રહ્યો છે. આજે બીજા જ દિવસે ભારત પ્રથમ ઈનીંગમાં ૨૪૪ રન કરી ઓલઆઉટ થઈ ગયું હતું. જો કે બાદમાં ભારતીય સ્પીન અને પેશના એટેકે ભારતને ડ્રાઈવીંગ સીટ પર મુકી દીધું છે. કાંગા‚ ટીમની શ‚આત નબળી રહી હતી અને ૧૦૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. ત્યારે ડે-નાઈટ ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ઓસ્ટ્રેલીયન બેસ્ટમેન રમતમાં ઉતર્યા ત્યારે શ‚આતમાં જ ભારતીય સ્ટાર બોલર બુમરાહે ઓપનર બેટ્સમેનોને સસ્તામાં આઉટ કરી દીધા હતા. ત્યારબાદ અશ્ર્વિને પણ તરખાટ મચાવતા ૩ વિકેટ ઝડપી હતી અને ઉમેશ યાદવ પણ બે વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલીયન બેટ્સમેનોને ધરાશાયી કરી દીધા હતા. લો-સ્કોરીંગ મેચમાં ભારતીય ટીમને ૭૫ રનની લીડ મળે તેવી શકયતા છે. હવે ભારતીય ટીમ બેટીંગમાં ઉતરશે અને જો ૧૫૦ થી ૨૦૦ રન કરે તો ઓસ્ટ્રેલીયા માટે બીજી ઈનીંગમાં ૩૦૦ રન કરવા ખુબજ મુશ્કેલ બનશે કેમ કે ભારતીય બોલરોએ આજે રંગ રાખીને ઓસ્ટ્રેલીન બેટ્સમેનોને ધરાશાયી કરી દીધા હતા. ત્યારે ઓસ્ટ્રેલીયા જ્યારે બીજી ઈનીંગમાં રમતમાં ઉતરશે તો ૨૦૦ રન કરવા પણ ખુબજ મુશ્કેલ બનશે. પ્રથમ ઈનીંગની લીડ અને સ્પીન-પેશના એટેકે ભારતને પીંક બોલ ટેસ્ટમાં ડ્રાઈવીંગ સીટ પર મુકી દીધું છે.

પ્રથમ દિવસે ૨૩૩-૬ રન કર્યા બાદ બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ ૧૧ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસની રમતમાં મિચેલ સ્ટાર્કની બોલીંગમાં રીધીમાન સહા કિપર પેનના હાથે કેચ હાઉટ થયો હતો. તેણે ૨૬ બોલમાં ૯ રન કર્યા હતા. તે પહેલા રવિચંદ્રન અશ્ર્વિન કમિગ્સની બોલીંગમાં કિપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. અશ્ર્વિને ૧૫ રન કર્યા હતા. ત્યારબાદ કાંગા‚ની બેટીંગ પણ નબળી રહી હતી. જસ્પ્રીત બુમરાહે મેથ્યુવેડને ૮ રને એલબીડલબ્યુ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તે બાદ બુમરાહે જોને પણ ૮ રને એલબીડલબ્યુ કર્યો હતો. ત્યારબાદ અશ્ર્વિને તરખાટ મચાવતા ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન સ્મીથને આઉટ કર્યો હતો અને ૩ વિકેટ ઝડપી હતી. સ્મીથે ૨૯ બોલમાં માત્ર ૧ જ રન કર્યો હતો. તે બાદ અશ્ર્વિનની બોલીંગમાં હેડ રિટર્ન કેચ આપી બેઠો હતો. હેડે ૨૦ બોલમાં ૭ રન કર્યા હતા. ત્યારબાદ ઉમેશ યાદવે લબુસનેને ૪૭ રને એલબીડબલ્યુ કર્યો હતો અને કમિન્સને પણ ઝીરો રને રહાણેના હાથે કેચ પકડાવી પેવેલીયન ભેગો કર્યો હતો.આ લખાય છે ત્યારે ઓસ્ટ્રેલીયન ટીમે ૧૩૧ રન કરી સાત વિકેટ ગુમાવી હતી. હાલમાં પીચ પર ઓસ્ટ્રેલીય કપ્તાન પેન ૩૬ રને અને સ્ટાર્ક ૧૦ રને રમી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.