- 1000 ચો.મી સરકારી જગ્યા ઉપરથી 10 જેટલા પાકા મકાનો હટાવાયા
રાજકોટ કલેકટર પ્રભાવ જોશીની સૂચના અન્વયે આણંદપર (નવાગામ) માં મામલતદારે સપાટો બોલાવ્યો છે. આજે આણંદપર (નવાગામ) માં સરકારી ખરાબાના સર્વે નંબર 207 પૈકીની જમીન મામલતદાર ટિમ દ્વારા ખુલ્લી કરાવવામાં આવી. જમીનની બજાર કિંમત આશરે એક કરોડ જેટલી છે.જેને પગલે સમગ્ર તાલુકામાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
આણંદપર (નવાગામ) સર્વે નંબર 207 પૈકીની જમીન આશરે 1000 ચો.મી જમીન પર 10 જેટલા પાકા મકાનો બનાવી દબાણ કરેલ હતું તેને તાલુકા મામલતદાર અને તેમની ટિમ દ્વારા પોલીસને સાથે રાખીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અહીં થયેલા બાંધકામોને 1 બુલડોઝરની મદદથી હટાવવામાં આવ્યા હતા.
ડીમોલેશન સવારેથી ચાલુ કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં તેને પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મામલતદાર, નાયબ મામલરદાર, તલાટી સહિતના અધિકારીઓ રોકાયા હતા.