Abtak Media Google News

પ્રતિ ચોરસ મીટર રૂ.૨૯૭૧ના ભાવે નવી પોલીસી મુજબ ક્ધટેનર ડેપો માટે જરૂરી ૧,૨૫,૫૦૦ ચો.મી. જમીન ફાળવવા બદલ રૂ.૩૭,૨૮,૬૦,૫૦૦ની કિંમત વસુલાશે

રાજકોટ-જામનગર હાઈવે પર ખંઢેરી રેલવે સ્ટેશન પાસે રેલવે ક્ધટેનર યાર્ડ માટે નવી પોલીસી મુજબ દરખાસ્ત મોકલવા સરકારની સુચના મળતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આજે નવેસરી દરખાસ્ત મોકલવામાં આવી છે. જેમાં રેલવેને પ્રતિ ચો.મી. ૨૯૭૧ના ભાવે ૧,૨૫,૫૦૦ ચો.મી. જમીન ફાળવવા દરખાસ્તમાં જણાવાયું છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-જામનગર હાઈવે પર ખંઢેરી રેલવે નજીક રેલવે ક્ધટેનર ડેપો નિર્માણ કરવા છેલ્લા ઘણા સમયી રેલવે તંત્ર અને જિલ્લા કલેકટર તંત્ર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. જે અન્વયે અગાઉ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા જુદા જુદા પ્રશ્ર્નોનું નિવારણ લાવી ૧,૨૫,૫૦૦ ચો.મી. જમીન ફાળવવા માટે દરખાસ્ત કરી હતી. પરંતુ રાજય સરકાર દ્વારા નવી જમીન સંપાદન પોલીસી મુજબ દરખાસ્ત કરવા સુચના આપવામાં આવતા કલેકટર તંત્ર દ્વારા ફરીથી જમીનનું મુલ્યાંકન કરી આજે રાજય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે.

વધુમાં કલેકટર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી જમીન સંપાદન પોલીસી અંતર્ગત ખંઢેરી રેલવે ક્ધટેનર યાર્ડ માટે રેલવે તંત્રને પ્રતિ ચો.મી. ૨૯૭૧ના ભાવે જમીન આપવા નિર્ણય લેવાયો છે. જેને પગલે કુલ ૧,૨૫,૫૦૦ ચો.મી. જમીન માટે રેલવે તંત્ર પાસેથી મહેસુલ વિભાગ રૂ.૩૭ કરોડ ૨૮ લાખ ૬૦ હજાર પ૦૦ રૂપિયા વસુલ કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટની નજીકમાં જ ક્ધટેનર ડેપો નિર્માણ કરવા રેલવે તંત્રના નિર્ણયને પગલે રાજકોટના ઔદ્યોગીક વિકાસને વેગ મળવાની સાથે સાથે મોરબીના સિરામિક ઉદ્યોગ તેમજ રાજકોટ માર્કેટીંગ યાર્ડ અને અન્ય નિકાસ કરતા પેઢી, કંપની અને વ્યક્તિઓને પણ આ ક્ધટેનર ડેપોથી મોટો ફાયદો થાય તેમ હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.