Abtak Media Google News

લોક સાહિત્ય પ્રત્યે યુવાનો જાગૃત થાય તેવા હેતુથી આયોજન: સંચાલકો અબતકની મુલાકાતે

આજના ડિજિટલ યુગમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતુ જાય છે. ત્યારે માતૃભાષા ગુજરાતી અને લોકસાહિત્ય પ્રત્યે યુવાનો કેળવાય તેવા હેતુથી તા.૨૯ ફેબ્રુ.ને શનિવારે રાત્રે ૮ કલાકે અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે નિમિતે આ કાર્યક્રમના એન્કર ભાવેશ દક્ષિણી અને તેની ટીમે અબતક પ્રેસની મુલાકાત લઈ સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતુ કે, યુવાનો ગુજરાતી ભાષા અને સાહિત્યને ભૂલતા જાય છે. આ ડાયરાથી સાહિત્યની સમજ કેળવાશે.

આ કાર્યક્રમમાં અષાઢી ગાયક ઉમેદ ગઢવી, સ્મિત દોશી, શેખ ગઢવી અને વિશાલ વરૂ પોતાની આગવી કલાથી સૌને મંત્રમુગ્ધ કરશે અને કાર્યક્રમનું સંચાલન અને એન્કરીંગ અરૂણા પટેલ અને ભાવેશ દક્ષિણી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.