Abtak Media Google News

  સ્ત્રી માટે મહિનાના એ પાંચ દિવસ ખૂબ અગત્યના હોય છે, જો કોઈ તરુણીની માસિક ધર્મની શરૂઆત યોગ્ય ઉમરથી નથી થતી તો એ એક શારીરિક સમશ્યાનું સ્વરૂપ ધારણ કરે છે . અને જો એ સાઇકલ નિયમિત નથી હોતી તો તે સ્ત્રીને ગર્ભ ધારણ કરવામાં  પણ મુશ્કેલી થાય છે. ત્યારે માત્ર આટલૂ જ નહીં માસિક દરમિયાન જે રક્ત પ્રવાહ થાય છે તેનો રંગ પણ સ્ત્રીનું સ્વસ્થ્ય દર્શાવે છે તો આવો જાણીએ કે કેવો રંગ કેવું સ્વસ્થ્ય દર્શાવે છે.

ઘાટો લાલ…2 64

            જો માસિકના દિવસો દરમિયાન તમને ઘાટા લાલ રંગનું બ્લીડિંગ થાય છે તો કોઈ સમશ્યા નથી પરંતુ જો તમારી સાઇકલ સાથ દિવસની હોય અને સાતે સાત  દિવસ એવું ઘાટું લાલ રંગનું બ્લીડિંગ થતું હોય તો નિષ્ણાંતની સલાહ લેવી એ યોગ્ય રસ્તો છે.

ગુલાબી રંગ….

4 40            અનેક વાર એવું થાય છે કે તમને થતો રક્ત્સ્ત્રાવ આછા ગુલાબી રંગનો હોય છે, એવું સામાન્ય રીતે પિરિયદ્સ્ની સાયકલના છેલ્લા દિવસો દરમિયાન થાય છે. પારન્તુ ધ્યાન એ બાબતનું રખવાનું કે જો એ રંગનો રક્ત પ્રવાહ એક કરતાં વધુ દિવસ ચાલુ રહે તો સમજવું કે કઈ ઇન્ફેકશન છે અથવા તો હોરમિનિકલ ચેન્જ થયો છે.

ડાર્ક બ્રાઉન…Preview 20470860 1200X630 99 1520367848

            માસિક સમય દરમિયાન જો રક્તનો રંગ ડાર્ક બ્રાઉન છે તો સમજવું કે તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ છો પારન્તુ જો તેમાં આછો પીળો રંગ દેખાય તો સમજવું કે ઇન્ફેકશન હોવાની સંભાવના વધી જાય છે.

ઓરેન્જ રેડ….3 52

            તમારા માસિક ધર્મના દિવસો દરમિયાન જો ઓરેન્જ રેડ રંગનું ડિસ્ચાર્જ થાય છે તો એ વાત દર્શાવે છે કે તમારા શરીરમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્ષન લાગેલું છે. અને જો ડિસ્ચાર્જ સાથે તીવ્ર વાસ પણ આવતી હોય તો એ શકયતો વધી જાય છે.

તો આરીતે પિરિયડ્સ દરમિયાન થતાં રક્તપ્રવાહના રંગને નજર અંદાજ ન કરી તમારા સ્વસથ્ય પ્રત્યે જાગૃતતા કેળવો અને સ્વસ્થ રહો…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.