રાજકોટ શહેરમાં કોરાનાનું સંક્રમણ અટકાવવા પોલિસ કમિશ્નરે પ્રતિબંધક હુકમો જારી કર્યા

0
615

મરણ-પરણમાં 50ની મર્યાદા, રાત્રી કરફયુનો અમલ 

રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ફેલાતી અટકાવવાગુજરાત રાજ્યમાં અમલી કરાયેલા અનલોક-11 ની મુદત તા.30 એપ્રિલ-2021 સુધી લંબાવવામાં આવી છે.વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા આ આદેશો જારી કરાયા છે.

જે મુજબ લગ્ન સમારંભમાં 50 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. અંતિમવિધિમાં 50 થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં. રાજકીય/ધાર્મિક/સામાજિક મેળાવડાઓ યોજવા પર પ્રતિબંધ રહેશે. એપ્રિલ માસ દરમ્યાન દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં. સરકારી તેમજ ખાનગી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી 50% સુધી રાખવાની રહેશે. તમામ ધાર્મિક સંસ્થાનો 30 એપ્રિલ સુધી બંધ રાખવા સલાહ તેમજ પૂજન વિધિ મર્યાદિત લોકો વચ્ચે કરવા તેમજ હાલ દરરોજ રાત્રીના 8:00વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. આ દરમ્યાન રાજકોટ પોલીસ કમીશ્નરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક વિસ્તારની બહાર ન નીકળવા,તેમજ ગલીઓ,પેટા ગલીઓ,રસ્તાઓ કે જાહેર રાજમાર્ગો પર ઉભા ન રહેવા,પગપાળા કે વાહનો મારફત અવર-જવર ન કરવાના હુકમો શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે જારી કર્યા છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here