Abtak Media Google News

25 વર્ષ પહેલા કાગડા ઠેર ઠેર જોવા મળતા હતા, હવે અમુક ગણ્યાં-ગાંઠ્યા સ્થળે જ જોવા મળે છે: શ્રાધ્ધપર્વમાં

કાગડા શોધવા પડે છે: હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓના શ્રાધ્ધ કાર્યમાં તેનું જોડાણ પ્રાચીનકાળથી જોવા મળે છે

ઘણા કાગડાઓ મનુષ્ય જેવું વર્તન પણ કરે છે: અમુક કાગડા તેની ચતુરાઇથી વૈજ્ઞાનિકોને આશ્ર્ચર્યમાં મૂકી દીધા છે: એક કાગડો વર્ષે 110 કિલો જેટલા કચરાનો નિકાલ કરે છે

કાળો….કાળો કાગડોને ક્રા……ક્રા નો અવાજ કરતો કાગડો ખરેખર તો સ્વચ્છ ભારતનો આઇકોન હોવો જોઇએ કારણ કે તે શહેરની ગંદકી સાફ કરે છે તમને જાણીને નવાઇ થશે કે એક કાગડો વર્ષે 110 કિલો કચરાનો નિકાલ કરે છે. આપણી ધાર્મિક વિધીમાં જોડાયેલ આ પક્ષી અર્થાત કાગડો તેની ચતુરાઇ વડે ખૂબ જાણીતો છે. બાળવાર્તામાં કાગડો મુખ્ય પાત્ર હોય છે. પિતૃ પક્ષના દિવસોમાં કાગડો આપણને ઘણા શુભ કે અશુભ સંકેતો પણ આપે છે સાથે તેના વિશે ઘણી લોક વાયકા કે દંતકથા પ્રચલિત છે.

આપણાં ઘર ઉપર કાગડો બોલે તો મહેમાન આવે એવું સૌ વડિલો કહેતા હતા. એક જમાનામાં શહેર હોય કે ગામડું કાગડાઓના ઝુંડ જોવા મળતા હતા, પણ છેલ્લા 25 વર્ષથી ભાદરવા મહિનાના શ્રાધ્ધ પર્વમાં આપણે તેને શોધવા પડે છે.Kagdo Crow 2

કાગડો કે કોલંબો ક્રો તરીકે ઓળખાતું પક્ષીના વિવિધ વિસ્તારો પ્રમાણે ચાંચની જાડાઇ અને રંગમાં થોડો ફેરફાર જોવા મળે છે. દેશી કાગડો મુખ્યત્વે સૌ એ જોયો હોય છે. 40 સે.મી. લંબાઇ તથા માથું, ગળું અને પીઠના ભાગે ચમકતો ઘેરો કાળો રંગ તથા ગરદન નીચે અને છાતીના ભાગે હલકો રાખોડી કથ્થાઇ રંગ હોય છે. તેની પાંખ, પૂંછડી અને પગ કાળા રંગના હોય છે. મોટા ભાગે બધે જ જોવા મળતા આ પક્ષીને અંગ્રેજીમાં ‘હાઉસ ક્રો’ કહેવાય છે. કાગડાનો ફેલાવો દક્ષિણ એશિયામાં બધે જ હોય છે. નેપાળ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, થાઇલેન્ડ અને ઇરાનનાં દક્ષિણના તટવર્તી પ્રદેશોમાં જોવા મળે છે.

કાગડો માનવ વસાહતની આસપાસ કે નાના ગામડાંથી શહેરોમાં પણ જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક મોટાભાગે એંઠવાડ, નાના સાપોલીયા, જીવાત, ઇંડા, દાણા અને ફળ ખાય છે. તે મોટા ભાગે જમીન પરથી જ પોતાનો ખોરાક મેળવે છે. ક્યારેક તક મળે તો ઝાડ પરથી પણ ભોજન મેળવી લે. બધા પક્ષી કરતાં કાગડો ભારે તકવાડી, ચતુર અને ખૂબ જ ચપળતા વાળો હોય છે. તેને પકડવો બહુ જ મુશ્કેલ છે. તે સર્વભક્ષી હોવાથી જે મળે તે ખોરાક આરોગે છે. તેનો અવાજ કા…..કા…..હોય છે. આપણી ઘણી બધી કવિતા, કહેવતો, બાળવાર્તા કે ધાર્મિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે.

Kagdo Crow 5

કાગડો દહિંથરૂ લઇ ગયો, કાગનું બેસવું અને ડાળનું પડવું, પારેવામાં કાગડો જેવી ઘણી કહેવતો તેના નામથી પ્રચલિત છે. ધર્મ-રિવાજોમાં ખાસ શ્રાધ્ધમાં કાગડો અગત્યનું પક્ષી છે. કાગડો એકમાત્ર એવું પક્ષી છે. જેની ઘણી વાતોની એડવાન્સમાં ખબર પડી જાય છે. દંતકથાઓ મુજબ તેને શુભ-અશુભ સંકેતો સાથે જોડવામાં આવેલ છે. આપણા ગુજરાતમાં કાગડાના કુળ તેની વિવિધ પ્રજાતિઓમાં દેશી કાગડો, ગિરનારી કાગડો, મહાકાગ, ખખેડો, ખેરખટ્ટો, રાખોડી, થડચડ, કથ્થાઇ પેટ થડચડ, મખમલી થડચડ વિગેરે જોવા મળે છે. ગિરહરી કાગડો કે ખાસ કાગડો એક પક્ષી છે. કાગડી માળો બનાવવાની ઋતું ફેબ્રુઆરી મહિનામાં હોય જે જુન સુધી બચ્ચા મોટા ન થાય ત્યાં સુધી વ્યસ્ત રહે છે. ગિરનારી કાગડાને જંગલી કાગડો પણ કહેવાય છે. વન વગડામાં રહેતા કાગડાને વન કાગડો કહેવાય છે. તસ્માનિયન દેશમાં થતાં આ પ્રકારના કાગડા મૂળત્યાંનું છે. આપણાં કાગડા કરતાં તેની સાઇઝ મોટી હોય છે.

Kagdo Crow 4

ઇ.સ.1777 થી 1788 વચ્ચેના ગાળામાં કાગડા વિશે ઘણા સંશોધન, ડેટા કલેક્શનનું કામ થયું જેમાં જર્મન પ્રકૃતિવાદી જોન ફેડરીકનું મહત્વનું યોગદાન હતું. અમુક પ્રજાતિના કાગડાઓ સૂર્ય પ્રકાશમાં ખૂબ જ ચમકતા-ચળકતી લાગે છે. નર કાગડો માદા કાગડીથી થોડો મોટો હોય છે. તસ્માનિયામાં કાયમી વસ્તી ધરાવતાં કોરવિડ પક્ષી ગૃપના એકમાત્ર સભ્ય એવા કાગડા સૌથી વ્યાપકપણે જોવા મળે છે. જળ કાગડો કે મોટો કાજિયો તેના કુળનું જ પક્ષી છે. વિશ્ર્વમાં એક કાગડાની પ્રજાતિ માછલી કાગડા તરીકે પ્રચલિત છે. 1812માં જોવા મળેલ કાગડો અમેરિકન કાગડા જેવો જ છે.Kagdo Crow 1

સ્કોટલેન્ડ કાગડાની ચતુરાઇ કહાની એ તો વૈજ્ઞાનિકોને પણ અચંબામાં મૂકી દીધા હતાં. પાણીમાં પથ્થર નાંખીને પાણી પીવાની વાર્તાની સ્ટોરીની જેમ કાગડાએ માછલીને પકડવા માટેનો હુક બનાવ્યો હતો. ઘણા કાગડાઓ તો વેન્ડીંગ મશીનમાં કાગળના ટુકડા નાંખીને માંસનો ટૂકડો બહાર કાઢતા પણ શીખી ગયા હતા. ઘણી પ્રજાતિના કાગડાઓ મનુષ્ય જેવું જ વર્તન કરવાની ક્ષમતા ધરાવે છે.

સામાન્ય રીતે કાગડાનું વજન 600 થી 650 ગ્રામ વચ્ચે હોય છે. સફાઇ કામદારનું કાર્યકરતા કાગડાઓ દરરોજ 300 થી 350 ગ્રામ કચરાનો નિકાલ કરે છે. તેની ઘટતી સંખ્યાના કારણોમાં પ્રજનનની તકો ઓછી થવી મુખ્ય છે. તેનો પ્રજનન ગાળો એપ્રિલ થી સપ્ટેમ્બર વચ્ચેનો છે. માદા કાગડી ચાર ઇંડા મૂકે છે. 25 દિવસમાં ઇંડું તૈયાર થઇ જાયને બચ્ચા માત્ર 18 દિવસમાં મોટા થઇને ઉડવા લાગે છે. આપણાં દેશમાં કાગડાની કુલ 7 પ્રજાતિઓ જોવા મળે છે, આ પૈકી બેજ પ્રજાતિઓ કાગડો તેને જંગલી ક્રો પણ કહે છે તે આખો કાળો હોય છે જ્યારે બીજી પ્રજાતિને સાદો કાગડો કહે છે.

કાગડો ખૂબ જ ચતુર પક્ષી છે, તેના મગજમાં અન્ય પક્ષીઓની તુલનામાં સ્ટાઇરેડ એરિયા તેના કદના  પ્રમાણમાં વધુ જોવા મળે છે. તે માણસને સારી ઓળખી જાય છે. તેની સાથે દુર્વ્યવહાર કરનારને યાદ રાખીને હેરાનીનો બદલો સારી રીતે વાળે છે. જૂના જમાનામાં લોકો કાગડાની બોલી સમજી શકતા તેથી કાગવાણી કે કાગ ભાષી કહેવાતા. તેઓ આગાહી પણ કરતાં હતા. પિતૃપક્ષના 16 શ્રાધ્ધમાં કાગડો શુભ-અશુભ સંકેતો પણ આપે છે. આપણાં પૂર્વજોનું પ્રતિક કાગડો ગણાય છે. તેને શની અને પૂર્વજોનું પ્રતિક પણ કહેવાય છે. આજ કારણે પિતૃપક્ષમાં પિતૃઓને પ્રસન્ન કરવા કાગડાને વિશેષરૂપથી ખવડાવવા કાગવાસ નંખાય છે.Kagdo Crow 3

આજથી હજારો વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓએ શ્રાધ્ધમાં ‘ખીર’ના મહત્વ સાથે જ તેને ધાર્મિક વિધીથી જોડાયેલી હતી. ભાદરવો એટલે સપ્ટેમ્બર મહિનો આ ગાળામાં કાગડીને બચ્ચા હોય જેને કારણે તેને સરળતાથી ખોરાક મળી રહી તે માટે પણ જ્ઞાની ઋષિઓએ આ પ્રથા શરૂ કરી હોવાનું મનાય છે. ખીર-પૂરીની કાગવાસથી પર્યાવરણનું પણ રક્ષણ થતું હોવાના પૂરાવા મળ્યા છે. સતત 16 દિવસ ખાસ પોષ્ટિક ભોજનની જ પ્રથા પાડી હતી. પૂર્વજોની સાથે દેવતાઓને પણ ખીર બહુ જ પસંદ હતી કદાચ તેથી જ આ પરંપરા હજી જળવાઇ રહી છે. શિયાળાના પ્રારંભે ચોખા, દૂધ શરીરને ગુણકારી હોવાથી શ્રાધ્ધ પક્ષમાં ખીરને ધાર્મિક રીતે જોડીને અનિવાર્ય બનાવી હતી.

વિશ્ર્વમાં હાલ 40 પ્રજાતિઓના કાગડાનું અસ્તિત્વ

કાગડો મૂળથી જ ચતુર પ્રાણી છે. હાલ વિશ્ર્વમાં તેની કુલ 40થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકી માત્ર 7 પ્રજાતિની કાગડા ભારતમાં જોવા મળે છે. આપણા ગુજરાતમાં માત્ર બે જેમાં એક સાદો કાગડો અને બીજી ગીરનારી કાગડો કે જંગલી ક્રો જોવા મળે છે. કાગડાના મગજમાં અન્ય પક્ષીઓની તુલનામાં સ્ટાઇટેડ એરીયા તેના કદના પ્રમાણમાં વધુ હોય છે. તે માણસને સારી રીતે ઓળખી જાય છે તેને પકડવો ખૂબ જ મુશ્કેલ કામ છે. કાગડા સાથે દુર્વ્યવહાર કરનારને યાદ રાખીને તે હેરાનીનો બદલો સારી રીતે વાળે છે. કાગડામાં એનાલીટીકલ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની શક્તિ વધુ સારી હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.