Abtak Media Google News

સોશિયલ મીડિયા બેકાબુ બની રહ્યું છે. હાલ બનેલા ફેસબુક ડેટા ચોરીના કિસ્સામાં શુક્રવારે સરકારે કેમ્બ્રીજ એન્લ્ટીકાને નોટીસ આપી પોતાના કલાયન્ટનું લિસ્ટ આપવાની સુચના આપી છે. આઈ.ટી. મંત્રાલયે જણાવ્યું હતું કે, કેમ્બ્રીજ એન્લ્ટીકા ફેસબુક ડેટાકાંડનું મુખ્ય કેન્દ્ર હતું. તેને ૩૧મી માર્ચ સુધીમાં ૬ પ્રશ્ર્નોના જવાબ આપવા પડશે. રાજનીતિમાં ડેટાનો ઉપયોગ થવાને કારણે ભાજપ સરકારે કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે ત્યારે આઈટી મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે, ખાનગીના નિયમોના ભંગને સાંખી લેવામાં આવશે નહીં ત્યારે સોશિયલ મીડિયાના વકરેલા વિવાદ ફરી ન સર્જાય માટે સરકાર ઉંડાણપૂર્વક વિચાર કરી રહી છે અને રવિશંકર પ્રસાદે ફેસબુકને ચેતવણી પણ આપી છે.

કારણકે ૫૦ મિલિયન ફેસબુક યુઝર્સની પરવાનગી વિના રાજનૈતિક‚પે તેમના ખાનગી ડેટાનો ઉપયોગ થઈ શકે નહીં. કંપનીને ૬ મુદા પર પ્રશ્ર્નોતરી મોકલવામાં આવી છે. ડેટા ચોરી અંગે સરકાર વધુ સર્તક બની છે. આઈ.ટી. મંત્રીએ કંપનીને ટેકનોલોજી અને નિયમો સમજાવ્યા હતા. જોકે માર્ક ઝુકરબર્ગે પોતાની ભુલ સ્વિકારી માફી પણ માંગી હતી. ફેસબુકે તેના લોગઈન પ્રોસેસ દરમ્યાન મંગાવાતા ડેટાનો ગેરઉપયોગ કર્યા હોવાનું સામે આવ્યું હતું.

ભારતમાં અભણ વ્યકિત પણ ફેસબુક એકાઉન્ટ ધરાવે છે. દરેકને ફેસબુકમાં રસ છે તો ફેસબુક બહોળા યુર્ઝસ ધરાવે છે ત્યારે તેમના ખાનગી ડેટાનો રાજનૈતિક સ્થળે ગેરઉપયોગ સાંખી લેવાશે નહીં અને સોશિયલ મીડિયા કોઈપણ ચીજોને વાયરલ કરવા માટે પ્રખ્યાત છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનું માધ્યમ છે ત્યારે તે વાયરસ બની રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.