Abtak Media Google News

ત્રણ દિવસ સુધી ચાલેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આજે સમાપાન થઈ ગયું છે. સમિટમાં 135 દેશોએ ભાગ લીધો હતો અને કુલ 15 હજાર કરોડના 28,360 એમઓયુ થયા છે.

મુખ્‍યમંત્રી રૂપાણીએ વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ-2019ની નવમી એડિશનનું સમાપન કરાવતાં જણાવ્‍યું હતું કે, આ સમિટે હવે દશેય દિશામાં ગુજરાતની ખ્‍યાતિ વિસ્‍તારી છે. ગુજરાત હવે વિશ્વના ઉદ્યોગ-રોકાણકારો માટે ગ્‍લોબલ ઓફિસ બન્‍યું છે અને આ સમિટ દ્વારા આપણે દુનિયા સાથે બ્રાન્ડિગ જ નહીં, બોન્ડિગનો સંબંધ પ્રસ્‍થાપિત કર્યો છે.

15,000 કરોડના એમઓયુ થયાં, 42 હજાર ડેલિગેટ્સ આવ્યા

  • 135 દેશોએ ભાગ લીધો
  • 42 હજાર ડેલિગેટ્સ આવ્યા
  • 105,000 રજીસ્ટ્રેશન થયાં
  • 3040 ઈન્ટરનેશનલ ડેલિગેટ્સ આવ્યા
  • 30 એમ્બેસેડર અને વડાપ્રધાનો આવ્યા
  • 15 કન્ટ્રી પાર્ટનર રહ્યાં
  • 37 કન્ટ્રી-સ્ટેટ સેમિનાર થયાં
  • 6 રાજ્યો હાજર રહ્યા
  • 1140 બિઝનેસ ટૂ ગવર્નમેન્ટ (B2G) મીટિંગ
  • 2458 બિઝનેસ ટૂ બિઝનેસ (B2B) મીટિંગ
  • 27000 પાર્ટનરશિપ્સ(સીધા મૂડી રોકાણ માટે)
  • 28360 એમઓયુ
  • 21 લાખ રોજગારીની ભાવિ તકો
  • 1200 ટ્રેડ શો સ્ટોલ
  • 15,000 કરોડના એમઓયુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.