Abtak Media Google News

વિપક્ષી નેતા ઓમદેવસિંહ જાડેજાની આગેવાનીમાં રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીનાં ૧૪ સદસ્યોનું પાલિકા પ્રમુખને આવેદન: પાંચ દિવસમાં સમસ્યાઓનો નિકાલ નહી થાય તો આંદોલનના મંડાણ કરવાની ચીમકી

ગોંડલના વિપક્ષી નેતા ઓમદેવસિંહ જાડેજાની આગેવાનીમાં રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીના ૧૪ સદસ્યો દ્વારા ગોંડલ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફીસર ડે. કલેકટર ગોંડલને આવેદન પત્ર આપી જણાવેલ કે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયેલા છે. જેના કારણે સમગ્ર શહેરમાં રોગચાળો ફાટી નીકળેલ છે.

તેમજ મચ્છરનો ઉપદ્રવ વધી ગયેલ છે. જેથી કરીને ડેન્ગ્યુ તેમજ સ્વાઇન ફલુના જીવલેણ રોગો ફાટી નીકળે તેમ છે. તો તાત્કાલીક અસરથી સમગ્ર શહેરમાં યુઘ્ધના ધોરણે ગંદકીના ગંજ દુર કરીને દવાનો છંટકાવ કરવા નગરપાલીકાના તમામ વિપક્ષી સદસ્યોની માંગણી છે.

આ ઉપરાંત ગોંડલના દરેક વિસ્તારમાં તમામ રોડ રસ્તાઓ ભૂર્ગભ ગટરના આડેધડ ખોદાણના પાપે અને આડેધડ બુરાણના પાપે તેમજ પ્લાનીંગ વગરનું કામકાજ થવાથી શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે.

ઠેર ઠેર ખાડાઓ છે.રોડ ઉપર નીચે પગ ન મૂકી શકાય અને ના તો વાહન ચલાવી શકાય તેવી દુર્દશા શહેરના રોડ રસ્તાની થઇ જવા પામી છે.

જેના કારણે ફેકચર જેવા ગંભીર અકસ્માતો સર્જાય રહ્યા છે. જેમાં માસુમ બાળકો મહિલાઓ અને વૃઘ્ધો ભોગ બની રહ્યા છે.

અને ગોંડલ હોસ્પિટલમાં ઓથોપેડીનું ડોકટરની જાણે સીઝન ખુલ્લી હોય, તેવો રોગ નગરપાલિકાના સત્તાધીશોના પાપે ફાટી નીકળ્યો હોય તેવું લાગે છે.

ગોંડલ રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીના ચુંટાયેલા ૧૪ સદસ્યો દ્વારા માંગણી કરવામાં આવી છે કે દિવસ પાંચમાં જો ઘટતુ કરવામાં નહી આવે તો ગોંડલ શહેરની પ્રજાને સાથે રાખી ઉગ્ર આંદોલન તેમજ ચોકે ચોકે દેખાવો તેમજ રોડ રોકો આંદોલન તેમજ ગોંડલ બંધનું એલાન આપીને દેખાવો કરવામાં આવશે તેમાં કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તો તેની તમામ જવાબદારી ગોંડલ નગરપાલિકાના સત્તાધીશોની રહેશે.

વધુમાં ઓમદેવસિંહે આવેદનની નકલ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, જીલ્લા કલેકટર રાજકોટ, ડેપ્યુટી કલેકટર ગોંડલ, પી.આઇ. ગોંડલ, સીટી પોલીસ સહીતનાને રવાના કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.