મેયરના વોર્ડમાં રસ્તાઓની હાલત ખખડધજ: વશરામ સાગઠીયા

ગોંડલ રોડ ચોકડી થી રસુલપુરા થઈને કાંગશીયાળી તરફના  રસ્તો અગાઉ રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના પુર્વ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી બનાવેલ હતો પરંતુ હાલની પરિસ્થિતિએ રોડ રસ્તો આર.સી.સી. થી બનાવેલો હતો પણ તાજેતરમાં આ રસ્તાની ઉપર થઈને અવન-જવાન કરશો ત્યારે ખબર પડશે શું ખામીઓ છે.

મેયરનો આ વોર્ડ છે. મેયરના વોર્ડમાં જો રોડ રસ્તાને આવી દુર્દશા હોય તો રાજકોટના અન્ય વિસ્તારોની દુર્દશા કેવી હશે તેનુ અનુમાન લગાવી શકાય છે. દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બને છે. પરંતુ એક વરસાદ આવતા સાથે જ રોડ રસ્તા તુટી ફુટી જાય છે. અગાઉ પણ રોડ રસ્તા માટે ત્રણ વર્ષની ગેરંટી વાળા ડામર રોડ બનાવવામાં આવ્યા હતા.

તેમાંથી પણ એક-બે વરસાદ પડતાની સાથે અડધા અડધા ફુટ સહિતના ખાડા પડી ગયેલા હતા રોડ ઉપર જે ડામર કામ થયું તેને ત્રણ વર્ષની ગેરંટી હોવા છતાં પણ તૂટી ગયા પરંતુ એક પણ કોન્ટ્રાક્ટર પાસેથી કોઈપણ પ્રકારની પેનલ્ટી વસૂલ કરવામાં આવી કે નહિ ?  કોન્ટ્રાક્ટર પાસે ફરી વખત ડામર કામ કરવામાં આવ્યું કે નહિ ?આવી રીતે આખા રાજકોટમાં શાસક પક્ષની અને અધિકારીઓની ફરજ ભૂલતા હોય એવું લાગે છે અથવા તો કોન્ટ્રાક્ટરો પાસેથી કોઈ લાભ મેળવતા હોય તેઓ પ્રથમ નજરે રાજકોટની પ્રજાને દેખાય છે,

અમો તો વિરોધ પક્ષ તરીકે રાજકોટની પ્રજાને રાજકોટમાં શું બની રહ્યું છે તેની જાણ કરવાની જવાબદારી છે અને તેને રોકવા માટેના પ્રયત્ન કરીને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છિએ. પરંતુ રાજકોટની પ્રજા દ્વારા ભાજપ ઉપર ભરોસો કરીને જંગી બહુમતી આપવામાં આવી છે  નેતીક ફરજના ભાગરૂપે વિરોધ પક્ષ તરીકે ભાજપના નેતાઓને વિનંતી છે કે આપ ધરતી ઉપર રહો.

રાજકોટની જનતાએ તમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસઘાત થાય તેનુ ધ્યાન રાખો આવી જ રીતે રાજકોટના મોટાભાગના રોડ રસ્તો ઉપર અડધા અડધા ફૂટ ઊંડા ખાડાઓના લિધે ટુ વ્હીલર વાહન ચાલકો પડી ગયા પણ છે અને હોસ્પિટલે સારવાર પણ લીધી છે પરંતુ તેમ છતાં લોકો કશું બોલતા નથી અમને એ સમજાતું નથી લોકશાહી રાજ્ય છે કે પછી સરમુખત્યારશાહી? રાજકોટની પ્રજાએ આગળ શું નિર્ણય કરવો તે હું રાજકોટની પ્રજા ઉપર છોડુ છું તેમ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ  જણાવ્યું હતુ.