26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું

 

બંધારણ સ્વીકારતા પહેલા 166 દિવસનું જાહેર સત્ર મળ્યું હતું જે બે વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલ્યું હતું: 308 સભ્ય બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950નાં રોજ દસ્તાવેજની હિન્દી અને અંગ્રેજીની હસ્ત લિખીત બે નકલો પર હસ્તાક્ષર કર્યાં હતા

 

26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર આપણે તેને પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ભારત 15 ઓગષ્ટ 1947 રોજ સ્વતંત્ર થયું. આઝાદી બાદ આપણું બંધારણ ન હતું. સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 આધારીતનો અમલ થતો હતો. 29 ઓગષ્ટે 1947માં કાયમી બંધારણની રચના માટે ડો.આંબેડકરના વડપણ હેઠળ એક મુસદ્ા સમિતિનું ગઠન કરવામાં આવ્યું.

બંધારણનો સ્વિકાર કરતાં પહેલા બંધારણ સભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું, જે બે વર્ષ 11 મહિના અને 18 દિવસ ચાલ્યું. ઘણા વિચાર-વિર્મશ અને સુધારા-વધારા પછી 308 સભ્યની આ બંધારણ સભાએ 26મી જાન્યુઆરી 1950નાં રોજ આ દસ્તાવેજની હિન્દી અને અંગ્રેજીમાં હાથે લખેલ બે નકલોમાં હસ્તાક્ષર કર્યાં. બે દિવસ બાદ ભારતનું બંધારણ ભારત ભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. બંધારણ અમલમાં આવતા ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે રાજેન્દ્ર પ્રસાદ ચુંટાયા હતાં.

ભારતનાં બંધારણનાં અભ્યાસુ એવા ગ્રેનવિલ ઓસ્ટિનના મત મુજબ ભારતનું બંધારણનો મુસદ્ો પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ છે. ડો.આંબેડકરે જણાવેલ કે રાજ્યોના હિતોનું ધ્યાન રાખવા સાથે બંધારણને વધુ લચીલું બનાવ્યું છે. બંધારણ આધારિત બ્રિટીશ સંસદીય પધ્ધતિ અને રાજ્ય પધ્ધતિના સમન્વયે બીજા અન્ય કોઇપણ દેશમાં સુધારેલી આવૃત્તિ કરતાં અહીં સારી રીતે સફળ રહી છે. ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમાં 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. કેન્દ્રીય કાર્યપાલિકાના સાવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે.

ભારતના સંવિધાનની ધારા 79 મુજબ કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે. જેમાં રાજ્યોની પરિષદ રાજ્યસભા તરીકે અને લોકોનું સદન લોકસભાથી ઓળખાય છે. 26મી જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં ગણતંત્રની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સરકારી રજા હોય છે. શાળાઓમાં ધ્વજવંદન, રેલી, કાર્યક્રમો, પરેડ, રાસ-ગરબા, દેશભક્તિના ગીતો સાથે બાળકોને મીઠાઇ વિતરણ કરવામાં આવે છે. ગયા વર્ષની ગણતંત્ર પરેડમાં રાફેલ વિમાનો સામેલ થયા હતાં. આ પરેડમાં 38 વિમાનો સામેલ થયા હતાં. વાયુસેનાના આ વિમાનો સાથે થલ સેનાના 4 વિમાનો પણ જોડાયા હતાં. 2020માં ફ્રાન્સથી 8 વિમાનો રાફેલ ભારત આવ્યા હતાં.

વિશ્ર્વમાં સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર ભારત છે. પ્રજાસત્તાક દિનનો પર્વ લોકશાહીમાં આનંદ-ઉલ્લાસનો અવસર છે. આજે આપણે ગણતંત્રના મીઠા ફળો ભોગવી રહ્યા છે. કેટલાક ક્ષેત્રોમાં સફળતા મળી છે તો કેટલાક ક્ષેત્રોમાં મહેનત કરવાની જરૂર છે. આજે આપણે વિકાસશીલ દેશ છીએ. કુદરતી સંશાધનોથી ભૂમિના સંતાનો હોવા છતાં આપણાં દેશમાં કુપોષણ, ગરીબી, ભૂખમરો, બાળમજૂરીએ શિક્ષણ વસ્તી વધારો, બેકારી જેવી અનેક સમસ્યાઓ છે. દેશમાં આંતકવાદ અને નક્સલવાદની સમસ્યા ગંભીર છે. આ બધા વચ્ચે પણ આજે આપણો દેશ વિશ્ર્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ છે.

આપણી વિકસિત અર્થ વ્યવસ્થા સાથે દુનિયાની ત્રીજી ક્રમની સૈન્ય શક્તિ હોવા સાથે અવકાશ સંશોધન ક્ષેત્રે વિશ્ર્વભરમાં ગૌરવસમું સ્થાન હાંસલ કરે છે. આપણો દેશ વિશ્ર્વનો સૌથી યુવાન વસ્તી ધરાવતો દેશ છે. આપણાં દેશે તેજશ વિમાન અને અગ્નિ મિસાઇલ બનાવવાની ક્ષમતા સાથે મંગલ મિશનની સફળતા આપણાં વૈજ્ઞાનિકોએ વિશ્ર્વને દેખાડી છે. આજના દિવસે દેશનાં તમામ નાગરિકે પોતાના ભેદભાવ ભૂલીને દેશના વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

આજનો દિવસ એકતા અને તાકાતનું પ્રતિક ગણતંત્ર દિવસ છે. આજે ગણતંત્ર દિવસે આખા દેશમાં આનંદ ઉલ્લાસ જોવા મળે છે. કાલે લાલ કિલ્લા પર સૌથી પહેલા આપણાં દેશનાં પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દેશનો ત્રિરંગો ફેલાવે છે. કાલે દેશના બહાદુર લોકોને સન્માનિત કરાશે. પરેડ કાઢવામાં આવશે. કાલે દેશની ત્રણેય વાયુ, જલ, થલ સેનાના જવાનો પોતાનું કૌશલ્ય બતાવશે.

ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન પિંગલી વૈકેયાએ તૈયાર કરી હતી. શરૂઆતમાં આ ધ્વજમાં લાલ અને લીલો બે જ રંગ હતાં. બાદમાં ગાંધીજીની સુચનાથી સફેદ રંગ ઉમેરાયો હતો. આગળ જતા ચરખાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતિક અશોક ચક્ર મુકાયું. જે 21 જુલાઇ 1947ના રોજ યોજાયેલી બંધારણ સભામાં સ્વીકારવામાં આવ્યો હતો. ભારતમાં આપણે ‘તિરંગા’નો અર્થ ભારતીય રાષ્ટ્રધ્વજ થાય છે. દર 26મી જાન્યુઆરીના આગલા દિવસે સાંજે રાષ્ટ્રીય વિરતા પુરસ્કાર બહાદુર બાળકોને આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1957થી કરાઇ હતી. પ્રજાસત્તાક દિવસની પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ પર સમાપ્ત થાય છે.

આપણાં દેશમાં 26મી જાન્યુઆરી અને 15 ઓગષ્ટ એમ બે દિવસ ધ્વજવંદન કાર્યક્રમ થાય છે. કાલે ભારતના રાષ્ટ્રપતિ ભવ્ય પરેડની સલામી ઝીલે છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના કમાન્ડર ઇન ચીફ પણ છે. આ પરેડમાં ભારતીય સૈન્ય નવી ટેન્કો, મિસાઇલો, રડાર, વિમાનોનું પ્રદર્શન પણ કરે છે તો દરેક રાજ્યોના રંગ-બેરંગી ફ્લોટ પણ રજુ થાય છે.

29મી જાન્યુઆરીએ બીટીંગ ધ રીટ્રીટ કાર્યક્રમ જેને પ્રજાસત્તાક દિવસનો સમાપન સમારોહ પણ કહેવાય છે. જેમાં ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળનાં બેન્ડ પારંપરિક ધૂન વગાડતા માર્ચ કરે છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ હોય છે. રાષ્ટ્રપતિ ભવનની સામે સાંજે આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

આપણો દેશ ખુશ રહે, આબાદ રહે અને સતત વિકાસ કરતો રહે એજ સંકલ્પ-: મેરા ભારત મહાન :-

1947માં 15 ઓગષ્ટે આઝાદ થયા પછી આપણું બંધારણ ન હતું જેથી સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 આધારિત અમલ થતો હતો

ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમાં 395 અનુચ્છેદ અને 12 અનુસુચિયો છે: કેન્દ્રીય કાર્યપ્રણાલીના સાંવિધાન પ્રમુખ રાષ્ટ્રપતિ છે

વિશ્ર્વમાં સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર ભારત

આપણે ગણતંત્રના મીઠા ફળો ભોગવી રહ્યા છીએ. કેટલાક ક્ષેત્રોમાં સફળતા મળી છે તો કેટલાક ક્ષેત્રો હજી આપણે મહેનત કરવાની જરૂર છે. આજે આપણી વિકાસશીલ દેશોમાં ટોચે ગણતરી થાય છે. કુદરતી સંશાધનોથી ભૂમિ સંતાનો હોવા છતા આપણા દેશમાં કુપોષણ, ગરીબી, ભૂખમરો, બાળમજૂરી, વસ્તી વધારો, અશિક્ષણ, બેકારી જેવી અનેક સમસ્યાઓ છે. દેશમાં આંતકવાદ અને નક્સલવાદ જેવી ગંભીર સમસ્યા છે. આ બધા વચ્ચે પણ આપણો દેશ વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતો દેશ છે.

જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્ય વિધાતા