Abtak Media Google News

26મીએ રાષ્ટ્રીય બંધારણ દિવસ

દર વર્ષે 26 નવેમ્બરે, રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવવામાં આવે છે તે પાછળનું કારણ એમ છે કે 26 નવેમ્બર, 1949નાં રોજ ભારતનું બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યુ હતું તેથી આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય બંધારણ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર, બિનસાંપ્રદાયિક સ્વાયત્ત અને પ્રજાસત્તાક ભારતીય નાગરિક તરીકે રચવા માટે અપનાવવામાં આવ્યો હતો.

ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટુ બંધારણ છે.તેં કોઈ પ્રિન્ટ કે ટાઇપ રાઇટર દ્વારા નહીં પણ હાથેથી લખવામાં આવ્યુ હતુ. તેને લખતા 2 વર્ષ 11 મહિના 18 દિવસ થયા હતાં અને તેમાં 284 લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. જવાહરલાલ નહેરુ, ડો. ભીમરાવ આંબેડર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ આ સભાના પ્રમુખ સભ્યો હતા. બંધારણ વિશ્વનું સૌથી લાંબું લખાયેલું સંવિધાન છે. બંધારણ લખનારી સમિતીએ તેને હિંદી, અંગ્રેજીમાં હાથથી લખીને કેલિગ્રાફ કર્યું હતું.

આઝાદી મળ્યા પછી એક બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી એ બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા ત્યારબાદ 29 ઓગસ્ટ, 1947ના રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ જેનું નેતૃત્વ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણના મુસદ્દાનો સ્વીકાર થયો અને 24 જાન્યુઆરી, 1950ના રોજ 284 સભ્યોએ તેમાં હસ્તાક્ષર કર્યા અને અંતે 26 જાન્યુઆરીએ દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું.

ભારતનું બંધારણ લિખિત અને વિસ્તૃત છે. તેમાં વિવિધ કાયદાઓ અને અધિકારોનો ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતા, યાત્રા, રહેણીકરણી, ભાષણ, ધર્મ, શિક્ષા વગેરેની સ્વતંત્રતા, એક જ રાષ્ટ્રિયતા, રાષ્ટ્રીય સ્તરે જાતિ વ્યવસ્થાની રચના, સમાન નાગરિક સંહિતા અને અધિકૃત ભાષાઓ, કેન્દ્ર ગણરાજ્ય સમાન છે, બુદ્ધ અને બૌદ્ધ અનુષ્ઠાનનો પ્રભાવ, મહિલાઓનાં મતદાન અધિકારને લગતી ઘણી બાબતો દર્શાવાઈ છે. ભારતનાં બંધારણની આટલી સક્ષમતા જોઇને વિભિન્ન દેશોએ ભારતીય સંવિધાનને અપનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.