Abtak Media Google News

વલસાડના પછાત આદિવાસી વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી આદિવાસીઓને પ્રલોભન આપી ૪૦,૦૦૦થી પણ વધુ લોકોને ખ્રિસ્તી બનાવાયા

વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર કપરાળા અને ધરમપુર તાલુકામાં ખ્રિસ્તી મિશનરીઓ મોટા ધાર્મિક સંમેલનમાં જોડાયા હતા. આ સંમેલનમાં ૨૦૦ આદિવાસીઓનું ધર્માંતર કરવામાં આવ્યું હતું. ત્યારે હિન્દુ સંગઠનોએ પણ નાતાલ પર્વ દરમિયાન હિન્દુ ધર્મ જાગરણ સંમેલન ધર્મ પરિવર્તન કરેલા હિન્દુ આદિવાસીઓને સમજાવી ઘરવાપસી કરવાનું સમજાવ્યું હતું.

જેથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલ ૨૦૦ આદિવાસી પરિવારોને ફરી હિન્દુ ધર્મમાં અંગીકાર કરવામાં આવ્યા હતા. એવી જ રીતે ખ્રિસ્તીઓના ચર્ચના જવાબમાં હિન્દુ સંગઠનોએ હનુમાનજીના મંદિર બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. વલસાડ જિલ્લાના છેવાડે આવેલ અંતરીયાળ વિસ્તાર કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણપર્ણે આદિવાસી વિસ્તાર છે. જે દેશના વિકાસની સરખામણીએ ખૂબજ પછાત ગણવામાં આવે છે. જયાં કેટલાક સમયથી ધર્મ પરિવર્તન અને વટાળ પ્રવૃતિઓ ચાલતી હોય છે.

છેલ્લા ૧૫ વર્ષથી કેટલાક મિશનરીઓ દ્વારા ગરીબ વિસ્તારના આદિવાસીઓને વિવિધ પ્રકારની લાલચો આપી તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અંગીકાર કરવામાં આવ્યું હતું. પરંતુ ખ્રિસ્તી મિશનરીઓના આવા સંમેલનોને લઈ હિન્દુ સંગઠનોએ પણ આગળ આવતા અંગીકાર કરેલ ૨૦૦ આદિવાસી પરિવારોને ફરીથી હિન્દુ ધર્મમાં લાવવામાં આવ્યા.

અત્યાર સુધીમાં કપરાડા તાલુકામાં ૪૦ હજારથી વધુ લોકો ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.