Abtak Media Google News

કોરોના કટોકટી વકરતા સમગ્ર દેશમાં પ્રાણવાયુની ઉભી થયેલી અછતને લઈ ભારે મુશ્કેલીનો દૌર પસાર થઈ રહ્યો છે ત્યારે પ્રાણવાયુની અછત અને વધી રહેલી મુશ્કેલીઓમાં ક્યાંકને ક્યાંક સંકલનનો અભાવ પ્રવર્તી રહ્યો છે. દેશભરમાં પ્રાણવાયુની અછત પુરવા માટે ઉત્પાદન વધારવાની જ જરૂર નથી. વહેંચણીની પ્રક્રિયા પણ સુદ્રઢ બનાવવાની આવશ્યકતા છે. ઓક્સિજન સપ્લાયર સંસ્થાઓ અને વિક્રેતાઓને યોગ્ય માર્ગદર્શન અને જ્યાં જરૂર હોય ત્યાં પ્રાણવાયુ પહોંચાડવાની સુચનાના સંકલનથી આ કટોકટી નિવારી શકાશે. અત્યારે ભલે આભ ફાટ્યું હોય ત્યાં થીંગડા દેવા જેવી પરિસ્થિતિમાં દર્દીઓની સંખ્યા વિસ્ફોટક રીતે વધી રહી છે. હોસ્પિટલોમાં પથારી ખુટી પડી છે અને કોરોનાને લઈ લોકોને શ્ર્વાસ સંબંધી તકલીફો અને ફેફસા નબળા પડતા હોવાથી અચાનક જ પ્રાણવાયુની જરૂરીયાત ઉભી થાય તેવી પરિસ્થિતિમાં ઘણી જગ્યાએ પ્રાણવાયુનો જથ્થો ભરપુર હોય છે તો ક્યાંક ક્યાંક દર્દીઓની સંખ્યા વધી જવાથી પ્રાણવાયુ ખુટી પડે છે. કેટલીક જગ્યાએ તો પ્રાણવાયુનો પુરવઠો પહોંચવામાં 2 થી 5 મીનીટ કે 1 થી 2 કલાકનો સમય વધુ થઈ જાય તો દર્દીઓને મોત મળી જાય છે. પ્રાણવાયુની અછત ઉભી થઈ છે તેમાં ના નથી, ઉત્પાદન અને માંગનું અસંતુલન ઉભુ થયું છે પરંતુ જો યોગ્ય સંકલન અને આયોજન સુદ્રઢ બનાવાય તો પ્રાણવાયુમાં પ્રાણ પૂરી શકાશે.

હોસ્પિટલ, સરકાર અને સપ્લાયરના સંકલનથી પ્રાણવાયુનું સંકટ દૂર થઈ શકે તેમ છે. અત્યારે દેશભરમાં પ્રાણવાયુની અછત ઉભી થઈ છે તે વાતને ધ્યાને લઈ સમગ્ર વ્યવસ્થા તંત્ર અને કેન્દ્ર તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની સાથે સાથે પ્રાણવાયુનું ઉત્પાદન કરતા એકમો વચ્ચે એક કેન્દ્રીય સંકલન અને મોનીટરીંગની વ્યવસ્થા કરીને પ્રાણવાયુના જથ્થા, ઉત્પાદન અને ક્યાં કેટલી માગ છે તેનું સંકલન કરવામાં આવે તો પરિસ્થિતિ થાળે પડી જાય તે વાત સમજી લેવી જોઈએ.

કોરોના કટોકટી વકરતા સમગ્ર દેશમાં પ્રાણવાયુની ઉભી થયેલી અછતને લઈ ભારે મુશ્કેલીનો દૌર પસાર થઈ રહ્યો છે ત્યારે પ્રાણવાયુની અછત અને વધી રહેલી મુશ્કેલીઓમાં ક્યાંકને ક્યાંક સંકલનનો અભાવ પ્રવર્તી રહ્યો છે. દેશભરમાં પ્રાણવાયુની અછત પુરવા માટે ઉત્પાદન વધારવાની જ જરૂર નથી. વહેંચણીની પ્રક્રિયા પણ સુદ્રઢ બનાવવાની આવશ્યકતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.