Abtak Media Google News

માનવ શરીર જેટલી કોમ્પલેકસ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઇ નહીં હોય !!

મેડીકલ સાયન્સનો વિકાસ કે નવી શોધખોળ થઇ પરંતુ

આપણાં ફેફસા શરીરને ઓકિસજન આપતું એક માત્ર માઘ્યમ છે, તે ઓકિસજન લઇને કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢે છે, આપણાં શરીરનું સામાન્ય તાપમાન 37 ડીગ્રી સેલ્સિયસ હોય છે

માનવ શરીરને સૌથી જરુરીયાત વાળો વાયુ એટલે ઓકિસજન તેને પ્રાણવાયુ પણ કહેવાય છે કારણ કે તે પ્રાણ અથવા માનવીના જીવન સાથે જોડાયેલા છે. મેડીકલ સાયન્સનો ગમે તેટલો વિકાસ થાય કે નવી નવી શોધ થાય પણ માનવ શરીર જેટલી કોમ્પલેકસ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઇ નહીં હોય, હાલ કોરોના મહામારીમાં ઓકિસજન લેવલની વાતો સામાન્યજન પણ કરવા લાગ્યો છે. ઓકિસમીટર આજે ઘેર ઘેર લોકોએ વસાવી લીધા છે. પણ કોરોના દર્દીને ખ્યાલ પણ ન આવે તે રીતે અચાનક તેના શરીરમાં ઓકિસજનનું લેવલ ઘટી જાય છે. આવી સ્થિતિ દર્દી માટે જોખમરૂપ છે. ઘણીવાર આજ કારણે દર્દી બેભાન કે મૃત્યુ થઇ જાય છે ડોકટરની ભાષામાં તેને સાયલન્ટ હાઇપોકિસયા કહેવાય છે.ઓકિસજન લેવલને બરોબર રાખવા સૌથી અગત્યનું કાર્ય ફેફસા કરે છે. તે હવામાંથી ઓકિસજન લે છે અને કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢે છે. તંદુરસ્ત માણસમાં ઓકિસજન લેવલ 94 થી 100 વચ્ચે હોવું જરુરી છે. હવામાંથી આ સાવ મફત મળતો ઓકિસજન મેળવવા ઘરમાં પુરતું વેન્ટીલેશન હોવું પણ જરુરી છે. જો આ લેવલ 7પ થી નીચે જાય તો ડોકટરની સારવાર લેવી જરુરી છે. અત્યારે તો કોવિડ-19 ના દર્દીઓમાં આ લેવલ નીચે જવાના મોટાભાગના કિસ્સા જોવા મળે છે. પોઝિટિવ દર્દીઓમાં ઓકિસજન લેવલ ઓછું હોય ત્યારે કોઇ લક્ષણ પણ દેખાતા નથી જે ગંભીર બાબત છે. આપણું મગજ શરીરના કુલ ઓકિસજન અને બ્લડનો અંદાજે 1પ થી ર0 ટકા  ઉપયોગ કરે છે. જો મગજને 8 કે 10 સેકન્ડ પણ ઓકિસજન ન મળે તો માણસ બેભાન અથવા મૃત્યુ પામે છે. એક નવાઇ પમાડે તેવી વાત એ છે કે આપણે બગાસુ ખાય ત્યારે મગજને સૌથી વધુ ઓકિસજન મળે છે.

Lungs 1

આપણાં શરીરને જીવંત રાખવા અને તમામ કાર્યો માટે જરુરી ઉર્જા પૂરી પાડવા શરીરનાં અવયવો દિવસ-રાત કામ કરે છે જેમાં જીવન રક્ષક જેવા ફેફસા, હ્રદય, મગજ અને લોહી જેવા અંગો આપણાં જન્મથી મૃત્યુ સુધી અવિરત નોન સ્ટોપ કાર્ય કરે છે. આમાંથી જો એકની ખામી ઉભી થાય છે એટલે દવાખાને જવું જ પડે તમને જાણીને નવાઇ લાગશે કે એક મિનિટમાં આપણું શરીરનુ હ્રદય 70 વાર ધબકે, 16 વખત આપણે શ્વાસ લઇએ, 7 થી 8 લીટર હવા શ્વાસો શ્વાસમાં વાપરીએ, પ લીટર લોહી પરિભ્રમણ કરે, ર0 વાર આપણી આંખ પલકારા મારે ને આપણાં બોનમેરોમાં 1પ0 મિલિયન રકતકણો પેદા થાય છે. આ ઉ5રાંત પાચન ક્રિયા, ખોરાકનું ગ્લુકોઝમાં રૂપાંતરણ તો ચાલુ જ રહે છે.આપણાં શરીરનું તાપમાન 37 ડીગ્રી સેલ્સીયસ હોય છે જો તેમાં વધઘટ થાય તો ચકકર આવે કે બેભાન થઇ જવાય છે. બહાર ભલે 4પ ડીગ્રી કે ઠંડીમાં માઇનસ વાતાવરણ હોય પણ શરીર તેનું 37 ડીગ્રી તાપમાન જાળવી રાખે છે. સામાન્ય રીતે શરીરમાં ઓકિસજન લેવલ ઘટવાથી શ્વાસની તકલી થાક, તૂટક શબ્દોમાં વાત કરવી કે સક્ષમ ન હોવું જેવા લક્ષણો દેખાય છે. કોરોનાના ગંભીર કેસોમાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં રૂકાવટ થતાં શરીરને મળતો ઓકિસજન પુરવઠો અટકવાથી જીવિત રહેવું શકય નથી બનતું.

Why Need Ventilator 04 C

શ્વસન પ્રક્રિયાને અવરોધતા રોગોને ક્ર્રોનિક ઓબ્સ્ટ્રકિટવ પલ્મોનરી ડિસીસ કહેવાય છે. જેમાં તે ક્રમશ: આગળ વધતો અને ફેફસા સંબંધીત થતો સૌથી સામાન્ય રોગ છે. જે વિશ્વમાં મૃત્યુનો સૌથી મોટું કારણ છે આ એક ફેફસાની સમસ્યા પણ છે. જેમાં હવાની અવરજવર કરતી શ્વાસ નળીઓમાં અવરોધ પેદા થાય છે, અને નળી સાંકળી બને ને ખુબ ઓછી હવા અંદર જઇ શકે છે ને એજ રીતે ફેફસામાંથી હવા ઓછી બહાર નીકળે છે. કોરોનામાં સ્વસ્થ થયા પછી પણ કેટલાક લોકોને ફેફસામાં ાસર રહે છે જેને કારણે તેઓ થોડું ચાલે ત્યાં હાંફી જાય છે. થોડું કામ કરે ત્યાં થાકી જાય, શ્વાસ ચઢવા લાગે ને લોહીમાં પણ ઓકિસજન લેવલ જળવાતું નથી. ગંભીર સ્થિતિમાં દર્દીને વેન્ટીલેટર ઉપર રાખવા પડે છે.

ફેફસાને નુકશાન થયા બાદ માંસપેશીઓને સક્ષમ થતાં વખત લાગે છે કોરોનાના આવા દર્દીને સારા થતાં ત્રણ માસ જેટલો સમય લાગે છે. કોરોનામાંથી બહાર નીકળેલ દર્દીઓમાં કેટલાક અશકિત લાગવી, શ્વાસ ચઢવો, સ્નાયુની અશકિત કે દુખાવાની ફરીયાદ કરે છે. જેમાં નિષ્ણાંતો તેમજ ફિઝિયોપેરાપિસ્ટની જરુર પડે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે કાર્બન ડાયોકસાઇડ બહાર ન નીકળી શકવાને કારણે લોહીના પ્રવાહમાં ઓકિસજન અને કાર્બન ડાયોકસાઇડનું અસંતુલન ઉભું થાય છે.જયારે કોઇ દર્દીના શ્વસન તંત્રમાં એટલી તાકાત હોતી નથી કે પોતે ખુદ શ્વાસ લઇ શકે તેવા સંજોગોમાં વેન્ટીલેટર ઉ5ર લેવા પડે છે. જેમાં એક ટયુબ થકી શ્વાસનળી સાથે જોડી દેવાય છે. વેન્ટિલેટર માણસના ફેફસા સુધી ઓકિસજન પહોચાડવાનું કામ કરે છે અને શરીરમાંથી કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢે છે. બીજી ટેકનીકમાં મોઢાને નાકને કવર કરીને ઓકિસજન ફેફસા સુધી પહોચાડયા છે.

શરીરનું ઓકિસજન લેવલ 94 થી 100 વચ્ચે હોવું જોઇએ

આપણાં શરીરમાં તંદુરસ્ત માણસમાં 94 થી 100 વચ્ચે હોવું જોઇએ. આ સ્તર 94 થી નીચે જાય તો સારવાર જરુર પડે છે. જો આ લેવલ 7પ થી ઓછું હોય તે શરીરની સ્થિતિ ગંભીર ગણાય છે. હાલ કોવિડ પોઝિટીવ દર્દીઓમાં ઓકિસજન લેવલ ઓછું હોય ત્યારે તેમને કોઇ લક્ષણો દેખાતા નથી. આપણું મગજ લોહી અને ઓકિસજનનો ઉપયોગ ર0 ટકા જેટલો કરે છે. જો તે 8 કે 10 સેકન્ડ જ ન મળે તો માણસ બે ભાન થાય છે. આપણે બગાસું ખાય છીએ ત્યારે મગજને ઓકિસજન ન વધુ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.