કોર્પોરેશને પાંચ વર્ષમાં ૧૯૦૦૦થી વધુ આવાસો બાંધ્યા

છેલ્લા પાંચ વર્ષમાં થયેલા બાંધકામના વિકાસ કાર્યોની વિગત જાહેર કરતા મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, બાંધકામ ચેરમેન મનીષ રાડીયા અને હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર

રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપના શાસનના પાંચ વર્ષની ટર્મ હવે પૂરી થઇ ગઇ છે. ચાર દાયકાથી વધુ સમય સુધી નાગરિકોના અતુટ વિશ્વાસ અને અટલ સમર્થનના સથવારે ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકામાં શાસનરૂપી ખુબ મોટી જવાબદારી સંભાળી શહેરના વિકાસને અતુલ્ય વેગ આપવા સતત પ્રયત્નશીલ રહી, નાગરિકોનો ભાજપ પરનો વિશ્વાસ અકબંધ રાખ્યો છે તેમ મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર  જણાવ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે રાજકોટ વૈશ્વિક સ્તરે ગૌરવ મેળવી શક્યું છે. ભાજપે સૌનો સાથ, સૌનો વિકાસનો અભિગમ અપનાવી નાગરિકોની સુખસુવિધામાં સતત વૃદ્ધિ કરી છે. રાજકોટની પીવાના પાણીની કટોકટીને સૌની યોજનાના માધ્યમથી આજી-૧, ન્યારી-૧ અને ભાદર ડેમમાં નર્મદા નીર ઠાલવી કાયમી તિલાંજલિ આપનાર ભાજપે ઘરવિહોણા હજારો લોકોને ઘરના ઘરની સુવિધા પણ આપી છે. અત્યાર સુધીમાં ૨૫,૦૦૦થી વધુ આવાસોનું લોકાર્પણ કર્યું છે. જે પૈકી, ૧૯,૦૦૦થી વધુ આવાસો તો છેલ્લા પાંચ વર્ષમાં નિર્માણ પામ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં વોર્ડવાઈઝ થયેલા બાંધકામને લાગતા વિકાસ કામો પર નજર કરવામાં આવે તો વોર્ડ નં.૧માં પેવિંગ બ્લોક, ટી.પી.રસ્તા મેટલીંગ, સ્લેબ કલવર્ટ, રિટેઈનિંગ વોલ, રોડ અને વોટર  વે પરના એએબ્રિજ તથા પેડેસ્ટલ બ્રિજ, પાઈપ ગટર, વિવિધ સોસાયટીમાં પેવર રી-કાર્પેટ, ડામર રી-કાર્પેટ, મેટલીંગ અને સી.સી. કામ, હોકર્સ ઝોનમાં ટોઇલેટ બ્લોક, પેવિંગ બ્લોક, પ્રોફલેક્ષે રોડ, વિવિધ રસ્તાના પેવર કામ સહિત રૂ.૨૦.૭૮ કરોડ ,વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર રાજકૃતિ એપાર્ટમેન્ટ પાસે આવેલ વોકળા પાકા કરવાનું કામ, ગુરૂ ગોવિંદસિંહ કોમ્યુનિટી હોલની રિનોવેશન,સ્લેબ કલ્વર્ટ, પેવિંગ બ્લોક, બગીચા ફરતે કમ્પાઉન્ડ વોલની કામગીરી, ફૂટપાથ, પેવીંગ બ્લોક,  રીટેઇનીંગ વોલ, કમ્પાઉન્ડ વોલ, સી.સી. સ્ટ્રોમ વોટર પાઇપ ગટર, પેવર એક્શન પ્લાન સહિતના કુલ રૂ.૯૫ કરોડના કામો કરાયા છે.

જયારે વોર્ડ નં.૩ કમ્પાઉન્ડ વોલ,  નવું ક્લવર્ટ બનાવવાનું કામ, ફેન્સીંગ, પેવિંગ બ્લોક ફૂટપાથ,  રીટેઇનીંગ વોલ, કમ્પાઉન્ડ વોલ, સી.સી. સ્ટ્રોમ વોટર ,પેવર એક્શન પ્લાન, ડામર કાર્પેટ સહિત કુલ રૂ.૨૪ કરોડ ,વોર્ડ નં.૪ કોમ્યુનીટી હોલ, પેવિંગ બ્લોક, વિવિધ સ્થળો પર બાંકડા, પાઈપ ગટર, વિવિધ સોસાયટીમાં મેટલીંગ, હોકર્સ ઝોનમાં ટોઇલેટ વિગેરે સુવિધા, બોક્સ ગટર, ડ્રેનેજ મેઈન લાઈન નેટવર્ક, ડી.આઈ. લાઈન રસ્તાના પેવર સહિત રૂ.૫૧.૭૨ કરોડના કામ કરાયા છે.

જયારે વોર્ડ નં.૫ પેવિંગ બ્લોક, પાઈપ ક્લવર્ટ, હોકર્સ ઝોન, વિવિધ સ્થળો પર બાંકડા, વિવિધ સોસાયટીઓમાં મેટલીંગ અને સી.સી., રસ્તાના પેવર સહિત રૂ. ૧૫.૪૪ કરોડના કામ,વોર્ડ નં.૬ પેવિંગ બ્લોક,  બાંકડા, પાઈપ ગટર,  મેટલીંગ, હોકર્સ ઝોનમાં  સુવિધા, ડ્રેનેજ  લાઈન નેટવર્ક, પ્રાર્થના હોલ, પેવર સહિત રૂ. ૧૬.૯૪ કરોડના કામ,વોર્ડ નં.૭  વોર્ડ ઓફીસ બનાવવાનું કામ, આજી નદીની રિટેઈનિંગ  રામનાથપરા સ્મશાન રીનોવેશન, રામનાથપરા ઇન્દીરા બ્રિજની ગોળાઈ કરવાનું કામ, વોકળા પહોળા કરવા અને બોક્સ ગટર બનાવવી પેવિંગ બ્લોક, ૪૫૦ એમ.એમ. વરસાદી, પાઈપલાઈન,ફૂટપાથ, પેવીંગ બ્લોક,  રીટેઇનીંગ વોલ, કમ્પાઉન્ડ વોલ, સી.સી. સ્ટ્રોમ વોટર પાઇપ ગટર, ડામર કાર્પેટ / રીકાર્પેટ, એમ. એલ. એ. ગ્રાન્ટ, મોન્સુન ગ્રાન્ટ કામો સહિત રૂ.૧૭.૪૧ કરોડના કામો કરાયા છે.  જ્યારે વોર્ડ નં.૮ નાનામવા આરોગ્ય કેન્દ્રમાં ફર્સ્ટ ફ્લોર બનાવવાનું કામ, સોજીત્રાનગર મેઈન રોડ પર વોર્ડ ઓફીસ બનાવવાનું કામ, વિવિધ રસ્તાના પેવર સહીત રૂ. ૫.૮૧ કરોડના કામ, વોર્ડ નં.૯માં રૈયા જંકશન પર  ઓવરબ્રીજ, મહિલાઓ માટે નવો સ્વીમીંગ પુલ,કોમ્યુનીટી હોલ, ઇન્દીરા સર્કલ બ્રિજની નીચે મોર્ડન ટોઇલેટ બનાવવાનું કામ, પેવર કામ સહિત કુલ રૂ.૫૩.૧૨ કરોડના કામ,વોર્ડ નં.૧૦ મોર્ડન કોમ્યુનિટી હોલ, વિવિધ રસ્તાના પેવર કામ સહિત કુલ રૂ.૩૪.૭૦ કરોડના કામ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મવડી જંકશન પર ચાર લેનમાં (૨+૨) ફ્લાય ઓવરબ્રિજ, આંગણવાડી બનાવવાનું કામ, પેવિંગ બ્લોક સપ્લાય તથા ફીક્શિંગ કરવાનું કામ, પેવિંગ બ્લોક, મેટલીંગ કામ, મેનહોલ સહિતની ડ્રેનેજ કલેકટીવ સિસ્ટમ નાંખવાનું કામ, ગાર્ડનમાં ચેઈનલીંક જાળી તથા સિક્યોરીટી રૂમ બનાવવાનું કામ, બોક્સ ક્લવર્ટ બનાવવાનું કામ, ડ્રેનેજ લાઈન શિફ્ટ કરવાનું કામ, સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્ક કરવાનું કામ વિવિધ રસ્તાના પેવર,સહિત કુલ રૂ.૬૧.૧૭ કરોડના કામ થયા છે. આ ઉપરાંત વોર્ડ નં. ૧૨ ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધીના રોડને સિમેન્ટ રોડ, નવી આંગણવાડી તથા કમ્પાઉન્ડ વોલ , પેવિંગ બ્લોક, સી.સી. રોડ, સોસાયટી અને શેરીઓમાં મેટલીંગ, ડ્રેનેજ કલેકટીવ સિસ્ટમ, એ.સી. પ્રેસર પાઈપલાઈન, વોકળા પર સ્લેબ ક્લવર્ટ બનાવવાનું કામ, વિવિધ રસ્તાના પેવર કામ સહિત કુલ રૂ.૨૧.૬૯ કરોડના કામ,વોર્ડ નં.૧૩માં કોમ્યુનિટી હોલનું રિનોવેશન, સ્ટ્રોમ વોટર પાઇપ ગટરનું કામ, ડામર કાર્પેટ સહિત કુલ રૂ.૨૪.૩૩ કરોડના કામો,વોર્ડ નં.૧૪માં નવી વોર્ડ ઓફીસ, દલીત સ્મશાનમાં પ્રાર્થના હોલ, જિલ્લા ગાર્ડનમાં ડો. બાબા સાહેબ આંબેડકર ભવન કોમ્યુનીટી હોલનું નવીનીકરન, ફૂટપાથ, પેવીંગ બ્લોક,  રીટેઇનીંગ વોલ, કમ્પાઉન્ડ વોલ, સી.સી. સ્ટ્રોમ વોટર પાઇપલાઈન, ડામર કાર્પેટ સહિત કુલ રૂ.૩૦.૪૬ કરોડના કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૫ પેવિંગ બ્લોક, હોકર્સ ઝોન, બાંકડા, પાઈપ ગટર , વિવિધ સોસાયટીમાં મેટલીંગ કામ તથા સી.સી. કામ,  વોટર વકર્સ, ડ્રેનેજના કામો, પેવર કામ સહિત રૂ.૪૧ કરોડના કામ,વોર્ડ નં.૧૬માં  રૂ.૧૧ કરોડના વિકાસકામો,વોર્ડ નં.૧૭ ફૂટપાથ, પેવીંગ બ્લોક,  રીટેઇનીંગ વોલ, કમ્પાઉન્ડ વોલ, સી.સી. સ્ટ્રોમ વોટર પાઇપગટર ડામર કાર્પેટ સહિત રૂ. ૧૪.૬૭ કરોડના કામો જયારે વોર્ડ નં.૧૮ પેવિંગ બ્લોક, પાઈપ, ક્લવર્ટ, હોકર્સ ઝોન, વિવિધ સ્થળો પર બાંકડા, વિવિધ સોસાયટીઓમાં મેટલીંગ,રસ્તાના પેવર સહિત રૂ.૯.૭૬ કરોડના વિકાસકામો પાંચ વર્ષમાં થયા છે.