Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદાર તેની નોકરી દરમ્યાન સફાઈ કામગીરીના કારણે કોઈ રોગના ભોગ બને અને મેડીકલ તપાસમાં કામ કરવા માટે અશક્ત જાહેર થાય તેવા સંજોગોમાં સ્વૈચ્છિક રાજીનામુ આપનાર સફાઈ કામદારના આશ્રિત વારસદારને રહેમરાહે નોકરી આપવાની પ્રથા અમલમાં છે.શારીરિક અશક્ત સબબ સ્વૈચ્છિક રાજીનામુ આપનાર 22 સફાઈ કામદારોના રાજીનામાં મંજુર કરવામાં આવેલ અને આ સફાઈ કામદારના 22 આશ્રિત વારસદારને રહેમરાહે નોકરીના નિમણુંકપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Untitled 4 11

આ કાર્યક્રમમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, ડે.કમિશ્નર એ.આર.સિંહ, પર્યાવરણ ઈજનેર નિલેશભાઇ પરમાર, આસી.મેનેજર મનિષભાઈ વોરા, સફાઈ કામદાર યુનિયનના હોદેદાર મુકેશભાઈ પરમાર, અજયભાઈ વાઘેલા, ગીરધરભાઈ વાઘેલા તથા અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Untitled 4 12

કાર્યક્રમના અંતે સેનિટેશન કમિટી ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભરએ શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, જે કોઇપણ આશ્રિત વારસદારોને જે વોર્ડમાં અને વિસ્તારમાં કામગીરી સુપ્રત કરવામાં આવે ત્યાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે અને શહેરને સ્વચ્છ ભારત મિશનમાં અગ્રતાક્રમે લાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.