Abtak Media Google News
  • નેશનલ ઇ-ગવર્નન્સ એવોર્ડ માટે રાજકોટ કોર્પોરેશનની પસંદગી

શહેરીજનોને સ્પર્શતી રોજબરોજની સમસ્યાના સુચારૂ નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી ઇ-સર્વિસિસ ક્ષેત્રે અગ્રેસર રહી વહીવટી સુધારણા કરવામાં આવેલ છે. જેના માટે  મહાનગરપાલિકાની પસંદગી 2023-24ના વર્ષ માટે નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે થયેલ છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવેલ કે  ખૂબજ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડના વિતરણનું કાર્યક્રમ 27મી રાષ્ટ્રીય કોન્ફેરન્સનું ઇ-ગવર્નન્સ  થીમ હેઠળ તા.3 અને 4 સપ્ટેમ્બર મુંબઈ ખાતે કરાયું છે,  આ એવોર્ડ સ્વીકારવા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરઓનું પ્રતિનિધિ મંડળ મુંબઇ ખાતે જશે, જેમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણી તેમજ વોર્ડ નં.01 ના કોર્પોરેટરો ડો.અલ્પેશભાઇ મોરજરીયા,  પરેશભાઇ આર. પીપળીયા,   નરેન્દ્રસિંહ વાઘેલા,  નરેન્દ્રભાઇ ડવ અને   જીતુભાઇ કાટોળીયા સહિતની ટીમ આ એવોર્ડ સેરેમનીમાં રાજકોટ મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરશે.

ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એડમીનિસ્ટ્રેટીવ રીફોર્મ્સ અને પબ્લીક ગ્રીવન્સીસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં એઆઇ પ્રોજેકટ જીલ્લા કક્ષાના પ્રસિઘ્ધ એવા રાષ્ટ્રીય એવોર્ડ અંતર્ગત રજત ચંદ્રક  એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. આ એવોર્ડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રૂ. પ લાખ (પાંચ લાખ) રોકડ ઈનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવશે.

રાજકોટ શહેરનાં નાગરિકો સાથે વિવિધ સમયે ચર્ચા દરમિયાન શહેરની ટ્રાફિક સમસ્યાને મુખ્ય ચિંતાનાં વિષય તરીકે ઓળખવામાં આવેલ હતી. શહેરના રહેવાસીઓએ આ સમસ્યાના ઉકેલ માટે નવીન ઉકેલોની જરૂરિયાત પર ભાર મુકવામા આવેલ હતો, જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગ વડે  સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજકોટ દ્વારા ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે એઆઇ અમલમાં મૂકવામાં આવેલ છે.

આ સોલ્યુશનની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે તે છયફહ ઝશળય માં બદલાતી ટ્રાફિકની સ્થિતિને પોતાની જાતે અનુકૂળ થવાની ક્ષમતા ધરાવે છે. એ.ટી.સી.એસ. વાહન ડિટેક્ટર કેમેરાથી ટ્રાફિક ડેટાનું વિશ્લેષણ કરવા અને સિગ્નલીંગ માટેની શ્રેષ્ઠ સમયાવધિ નક્કી કરવા માટે ‘મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ’નો ઉપયોગ કરે છે. ટ્રાફિક સિગ્નલ ફેઝ (રેડ-ગ્રીન)નો સમયગાળો અથવા કોરિડોર પર ટ્રાફિકની સ્થિતિની છણાવટ કરીને દરેક ટ્રાફિક ઈુભહય માં આપમેળે સમય નક્કી કરવામાં આવે છે. ભારતીય રસ્તાની સ્થિતિની અનુકૂળતા સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ (ઈ-ઉઅઈ) દ્વારા વિકસાવવામાં આવેલા અલ્ગોરિધમને અપનાવેલ છે. અઈં યક્ષફબહયમ અમફાશિંદય ઝફિરરશભ ઈજ્ઞક્ષિજ્ઞિંહ જુતયિંળ ના અસરકારક અમલીકરણને પગલે શહેરનાં ટ્રાફીક ની ગીચતામાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે. જુદા જુદા ટ્રાફિક જંકશનો પર વેઇટિંગ ટાઇમમાં 33 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત સંસાધનોનાં ઓપ્ટિમાઇઝેશનને કારણે કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો અને ઇંધણનાં વપરાશમાં ઘટાડો જોવા મળેલ છે.

ટ્રાફીક સમસ્યાને હળવી કરવા આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ માટે વધુ એક નિરાકરણ અઈં-યક્ષફબહયમ જળફિિં ઇંફૂસશક્ષલ જજ્ઞહીશિંજ્ઞક્ષ અંતર્ગત, સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ લગભગ 80 હોકર્સ ઝોન વિકસાવ્યા હતા, જેમાંથી 40 મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ પર સ્થિત હતા. આ હોકર્સ ઝોન પર અસરકારક નિયંત્રણ માટે રાજકોટે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એ.આઇ. સંચાલિત વિડિયો એનાલિટિક્સ સોલ્યુશન વિકસાવ્યું હતું. આ સોલ્યુશન હોકર્સ ઝોન નજીકના ગેરકાયદેસર દબાણને શોધી કાઢે છે અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા નોટીફીકેશન મોકલે છે. જ્યારે પણ કોઈ ગેરકાયદેસર સ્ટ્રીટ વેન્ડર નિર્ધારિત ઝોનની બહાર કામ કરે છે, ત્યારે સિસ્ટમ વેબ અને મોબાઇલ એપ્લિકેશન પર એલર્ટ જનરેટ કરે છે. આને કારણે વાસ્તવિક સમયનું નિરીક્ષણ કરી શકાય છે અને ઉલ્લંઘનો સામે ત્વરિત પ્રતિસાદ મળી શકે છે. એ.આઈ. સોલ્યુશન હાલમાં શહેરના 25 હોકર્સ ઝોનમાં લાગુ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યભરમાં સૌપ્રથમ ‘આર.એમ.સી. ઓન વોટ્સએપ’ સેવા અમલી બનાવેલ, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ર5 થી વધુ વિભાગની 175 થી વધુ સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધપ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને ભૂતકાળમાં વર્ષ 2022 માં ઘઝઙ । ઋયયમબફભસ બફતયમ ઙીબહશભ ૠશિયદફક્ષભય છયમયિતતફહ જુતયિંળ પ્રોજેક્ટ માટે નેશનલ ઈ-ગવર્નનસ એવોર્ડ મળેલ.

આમ, રાજકોટ મહાનગરપાલિકા ટેકનોલોજીનાં અસરકારક ઉપયોગ વડે શહેરનાં નાગરિકોની સમસ્યા હળવી બનાવવા તેમજ વધુ ને વધુ સુવિધા આપવા સતત પ્રત્યત્નશીલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.