Abtak Media Google News

યોગ કાર્યક્રમ અંતર્ગત સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ અને અધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 81 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. બે સ્નાનાગારમાં એક્વા યોગ યોજાશે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 81 સ્થળોએ યોગ દિવસની ઉજવણી થશે. મુખ્યત્વે ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં તેમજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલો, હાઈસ્કુલો ઉપરાંત મહાત્મા ગાંધી મ્યુઝીયમ, લાઈબ્રેરી, ઇવનિંગ પોસ્ટ, રેન બસેરા વગેરે સ્થળોએ યોજાશે.

આ ઉપરાંત બે સ્નાનાગાર શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર અને શ્રી લોક માન્ય તિલક સ્નાનાગાર ખાતે શ્રી વંદનાબેન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ એક્વા યોગાના ઇન્સ્ટ્રક્ટર અલ્પાબેન શેઠ, કિંજલબેન શાહ, શિલ્પાબેન સબલપરા, ભારતીબેન વસાણી, અંજનાબેન વિરીજા દ્વારા એક્વા યોગા કરાવાશે.

સેન્ટ્રલ ઝોન રેસકોર્ષ ખાતે પૂર્વ રાજ્યપાલ-કર્ણાટક વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ જુદી જુદી કમીટીના ચેરમેનો, કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહેશે.

વેસ્ટ ઝોન નાના મવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, સુરેન્દ્રનગરના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી-ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી ઉપસ્થિત રહેશે.

ઈસ્ટ ઝોન પૂ.રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે રાજ્યના વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા જુદી જુદી કમીટીના ત્રણેય સ્થળોએ શ્રી શ્રી રવિશંકર એકેડેમિક, બ્રહ્માકુમારી અને પતંજલિ સંસ્થાના યોગ ગુરૂઓ દ્વારા યોગા કરાવાશે.

આ ઉપરાંત મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે દીવ્યાંગો અને યોગ એક્સપર્ટ બાળકો દ્વારા યોગ કરાશે. જ્યાં રાજકોટ જીલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા અને ભાવનગરના પ્રભારીકશ્યપભાઈ શુક્લ ઉપસ્થિત રહેશે. ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના યોગ સ્થળોએ થયેલ આયોજન અને તૈયારીની સમિક્ષા કરવા પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.