કોર્પોરેશન મહિલાઓ માટે ખાસ રવિવારી માર્કેટ બનાવશે

બહેનોને રોજગારી અપવા પ્રથમ તબકકામાં બે ઝોનમાં બનાવશે રવિવારી બજાર

શહેરની બહેનોને રોજગારીની તક મળે તે માટે કોર્પોરેશન દ્રારા રવિવારી માર્કેટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.તેવી મેયર બિનાબેન આચાર્યએ જાહેરાત કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો રેંકડી-ગલ્લા દ્વારા ધંધો કરે છે તેઓને ધંધા રોજગારની તક મળી રહે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ૯૯ હોકર્સઝોન બનાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક હોકર્સ ઝોન આધુનિક બનવાવમાં આવેલ છે. એજ રીતે બહેનોને પણ રોજગારીની તક મળે તે માટે મહાપાલિકા દ્વારા ફક્ત બહેનો માટે રવિવારી માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના અનુસંધાને મેયર દ્વારા રવિવારી માર્કેટ બનાવવા તંત્રને આદેશ આપવામાં આવ્યો છે.જે અન્વયે બે ઝોનમાં રવિવારી માર્કેટ બનાવવાનું નક્કી કરાયા  છે અને આ માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરેલ છે. રવિવાર માર્કેટ થતા બહેનોને રોજગારી મળી રહેશે.

બીનાબેન આચાર્યએ પોતાની મેયર તરીકેની ટર્મ પુરી થવાના કલાકો પૂર્વે મહિલાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે મહિલાઓ માટે ખાસ રવીવારી બજાર બનાવવામાં આવશે. જ્યાંમાત્ર મહિલાઓ જ ચીજ વસ્તુઓનું વેચાણ કરી ધંધો-રોજગાર મેળવી શકશે.આ માર્કેટમાં મહિલાઓની સુરક્ષાની પણ પૂરી તકેદારી રાખવામાં આવશે.પ્રથમ તબક્કે શહેરના અલગ-અલગ બે વિસ્તારોમાં મહિલાઓ માટે ખાસ રવિવારી માર્કેટ બનાવવામાં આવશે.આ માટે તંત્રને તૈયારીઓ શરૂ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે.પરંતુ આવતીકાલથી વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે મેયરે જતાં જતાં મહિલાઓ માટે જે નિર્ણય લીધો છે તે ખરેખર સારો છે પરંતુ નવી બોડી સત્તારૂઢ થયા બાદ આ નિર્ણયની અમલવારી કરવા માટે રસ લે તે પણ એટલું જ આવશ્યક છે.ખરેખર જ્યારે મેયર તરીકે બીનાબેન આચાર્ય સત્તારૂઠ થયા ત્યારે જ તેઓએ એક મહિલા મેયર તરીકે રાજકોટની બહેનોને ભેટ આપવા માટે આ રવિવારી માર્કેટની જાહેરાત કરી દેવાની આવશ્યકતા હતી.જો આવું થયું હોત તો હાલ આ મહિલાઓ માટેની ખાસ રવિવારી માર્કેટ ધમધમવા લાગી હોત પરંતુ પરંતુ ત્યાંથી સવાર તે કહેવા તમે પણ વળગી રહેવામાં આવે તો આ નિર્ણય ખરેખર ખૂબ જ સારો છે મહિલાઓ માટેની ખાસ રવિવારી માર્કેટમાં આ વસ્તુઓ વેચનાર માં મહિલાઓ હોય ત્યારે ખરીદી કરવા માટે જનાર મહિલાઓને પણ મહિલાઓમાં પણ ઉત્સાહ રહેશે નિર્ણય ની અમલવારી ખૂબ જ ઝડપથી થાય તે આવશ્યક છે.