Abtak Media Google News

ટીપી-35નું કુલ ક્ષેત્રફળ 153.86 હેકટર: ટીપી સ્કિમ તૈયાર કરવા માટે જમીનધારકો સાથે બેઠક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડીનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.35-મવડી તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ. તે અન્વયે મવડીનાં રેવન્યુ સર્વે નં. 194 પૈકી, 302 થી 334, 335 પૈકી, 337 પૈકી, 338 થી 341, 342 પૈકી તથા 343 પૈકી આવરી લેતા વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.35-મવડી અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજે જમીન માલીકોની સભા બોલાવવામાં આવી હતી અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.

આ ટીપી સ્કીમમાં ઉત્તરે:-આખરી નગર રચના યોજના નં.27 (મવડી) તથા 28(મવડી)ની હદ તથા સૂચિત    મુ.ન.ર.યો.નં.34 (મવડી)ની હદ આવેલ છે. દક્ષિણે:- રૂડા વિસ્તારના પાળ ગામનો સીમાડો આવેલ છે. પૂર્વે:- સૂચિત મુ.ન.ર.યો.નં.36(મવડી)ની હદ આવેલ છે.

પશ્ચિમે સૂચિત મુ.ન.ર.યો.નં.34(મવડી)ની હદ તથા રૂડા વિસ્તારના પાળ અને જશવંતપુર ગામનો સીમાડો આવેલ છે. યોજનાનું કુલ ક્ષેત્રફળ 1538619 ચો.મી. એટલે કે 153.86  હેકટર જેટલું છે. યોજના વિસ્તારમાં કુલ 42 સર્વે નંબર અને 86 મૂળખંડ આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 120 અને રાજકોટ મહાનગર પાલિકાને અનામત જમીન તરીકે 61 મળીને 181 અંતિમખંડ બનાવવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 09, રહેણાંક વેંચાણ માટે 08, વાણિજ્ય વેંચાણ માટે 11, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 14 તેમજ ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે 19 પ્લોટ્સ મળીને કુલ 61 અંતિમખંડોની 3,86,844 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે. 2,26,632 ચો.મી. જેટલાં 9 મી., 12 મી., 15 મી., 18 મી., 24 મી.,30 મી.અને 45 મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.