ધંધા-રોજગાર માટે કોર્પોરેશન બેન્કો મારફત બે લાખ સુધીનું ધિરાણ આપશે

દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ-રોજગાર બેન્કેબલ યોજના હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ. 2 લાખની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવા પાત્ર છે. આ યોજનાના લાભાર્થીને 7 ટકાથી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર રહેશે. સ્વ. રોજગાર બેન્કેબલ યોજના લોન મેળવવા ઇચ્છતા કોઈ પણ પાંચ અથવા વધારે વ્યક્તિઓ કે જેઓ શહેરી ગરીબ હોઈ તે આ યોજનાનો લાભ મેળવી શકશે. રૂ.10 લાખ સુધીની લોન મળવા પાત્ર છે કે જે લોનમાં 7 ટકાથી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમય ગાળો 5 વર્ષ થી 7 વર્ષ રહેશે.

મહાપાલિકાનો બી.પી.એલનો દાખલો ધરાવનાર મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના /મુખ્ય મંત્રી અમૃતમ કાર્ડ ધરાવનાર લાભાર્થી પુરવઠા વિભાગનું બી.પી.એલનું રેશનકાર્ડ, આવાસ યોજનાનાં લાભાર્થી, શહેરી ફેરિયાઓ, આ યોજનાનો લાભ લઇ શકશે.

લાભાર્થીઓએ પાસપોર્ટ સાઈઝનાં ફોટોગ્રાફ -2, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, સ્કુલ લીવીંગ/જન્મનો દાખલો, ડ્રાઈવિંગ લાયસન્સ બેઇજ નંબર, મકાન વેરા બિલ, લાઈટ બિલ, ભાડે રહેતા હોય તો ભાડા ચિઠ્ઠી /સહમતી પત્રક, ક્વોટેશન ઓરિજિનલ અને બેંક ખાતાની પાસબુકની નકલ રજૂ કરવી પડશે.