Abtak Media Google News

કોઈ પણ લગ્નમાં મહેમાનો માટે એક અલગ જ સ્થાન જ્યારે આપણે કોઈ મહેમાન તરીકે લગ્નમાં જઈએ છીએ ત્યારે આપણી આગતા-સ્વાગતા કરવામાં આવે છે તેના ખાન-પાનથી લઈને સુવા-બેસવાની બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ એક ઘટના સામે આવી છે જે વાંચીને તમારી આંખ ખૂલીની ખૂલી જ રહી જશે.

સોશિયલ મીડિયા પર એક લગ્નના ચર્ચા થઈ રહ્યા છે જેમાં લગ્નમાં આવેલા મહેમાનો પાસેથી વાસણ ધોવડાવવામાં આવ્યા હતા. આ અંગે એક મહિલાએ લખ્યું છે કે તે યુરોપમાં ખૂબ જ વૈભવી કુટુંબના લગ્ન સમારોહમાં ગઈ હતી. પરંતુ ત્યાં લગ્નમાં આવેલા મહેમાનો પાસેથી વાસણ ધોવડાવવામાં આવતા હતા,આ જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું.

મહિલા યુઝરએ પોસ્ટમાં લખ્યું હતું કે આ લગ્નમાં ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું, પરંતુ તે મહેમાનોને પૂરું થાય તેમ નહોતું. ઘણા મહેમાનો લગ્નમાં ભૂખ્યા જ રહી ગયા અને જે મહેમાનોએ ભોજન ગ્રહણ કર્યું તેમના પાસે  ગંદા ધોવડાવવામાં આવ્યા હતા. વરરાજાના કહેવા પર એક કર્મચારી ત્યાં આવ્યો, જેણે બધા મહેમાનોને એક પછી એક રસોડામાં આવવાનું કહ્યું. પહેલા સૌએ વિચાર્યું કે કઈંક સરપ્રાઈઝ હશે. પછી અંદર જઇને તેણે મહેમાનોને કહેવામા આવ્યું કે તેઓને પોત-પોતાના ગંદા વાસણ ધોવા પડશે.આ સાંભળીને બધા દંગ રહી ગયા.

મહિલાએ જણાવ્યું હતું કે આ લગ્નમાં વરરાજા અને વાસણ ધોવા વાળા લોકોને બોલાવતા નહોતા.  મહેમાનો પાસે વાસણ એટલા માટે ધોવડાવવામાં આવ્યા  કારણ કે તેઓ વાસણ ધોવડાવવા જે વ્યક્તિને બોલાવવો પડે તે  ખર્ચથી બચી શકે.  વરરાજા અને તેમનાં લગ્નમાં તથા બ્રાઈડના ગાઉનમાં વધુ પૈસા ખર્ચ થઈ ગયા હતાં. ત્યારબાદ તેણે મહેમાનોને પાસે પોતાનો બાકી રહેલો વાસણો ધોવડાવવાનું નક્કી કર્યું.

મહેમાનોએ કહ્યું કે જ્યારે તે રસોડામાં પહોંચ્યો ત્યારે ખૂબ જ ગરમી હતી અને ત્યાં ગંદા વાસણોનો ઢગલો હતો. લગ્નમાં ભોજન પીરસવા માટે વાસણો ભાડે લેવામાં આવ્યા છે. જેમને તહેવાર પછી સ્વચ્છ રૂપે આપવામાં આવતું નથી, તો તેના બદલામાં આપવામાં આવેલ એડવાન્સ પાછું મળતું નથી. લગ્નના ત્રણ વર્ષ બાદ પણ આ દંપતીએ છૂટાછેડા લીધા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.