Abtak Media Google News

ચૂંટણી પંચે મતગણતરીના સ્થળની કરી જાહેરાત : ગઢડા, ધારી, કપરાડા અને ડાંગની ત્યાં જ મતગણતરી થશે : અબડાસા, કરજણ, મોરબી અને લીંબડીનું કાઉન્ટિંગ જિલ્લા મથકે કરાશે

રાજ્યની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાના બે દિવસ બાદ ચૂંટણી પંચ દ્વારા મતગણતરીના સ્થળની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં ચાર બેઠકોની મતગણતરી સ્થાનિક કક્ષાએ અને બાકીની ચાર બેઠકોની મતગણતરી જિલ્લા મથકે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતની આઠ વિધાનસભામાં ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ ખાલી થયેલી બેઠકો ઉપર પેટાચૂંટણી આવી હતી. જેમાં ગત તા. ૩ના રોજ મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં સિલ થઈ ગયા હતાં. બાદમાં આ ઇવીએમ મશીનોને હાલ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે.

આજરોજ ચૂંટણી પંચ દ્વારા મતગણતરીના સ્થળની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આઠ પૈકી ૪ની મત ગણતરી સ્થાનિક કક્ષાએ થશે. બાકીની ચાર સીટની મત ગણતરી હેડ કવાર્ટરમાં થશે.

ગઢડા અને ધારીની મતગણતરી સ્થાનિક કક્ષાએ થશે. કપરાડા અને ડાંગની ગણતરી પણ સ્થાનિક કક્ષાએ થશે. જ્યારે અબડાસા અને લીંબડીનું કાઉન્ટિંગ જિલ્લા હેડ કવાર્ટરમાં થશે. કરજણ અને મોરબીની મતગણતરી પણ હેડ કવાર્ટરમાં થશે. ઉલ્લેખનીય છે કે મતગણતરીને લઈને  ઇલેક્શન કમિશને તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.