Abtak Media Google News

ઉત્તરપ્રદેશ પછી હરીયાણાની ‘લવજેહાદ’ સામે ‘જેહાદ’ !!!

પ્રેમની મોહજાળમાં ફસાવી ધર્મપરીવર્તન કરાવતા જેહાદી તત્વોને કાબુમાં લેવા માટે ઉત્તરપ્રદેશ, હરિયાણા પછી સમગ્ર દેશમાં કાયદાકીય પ્રાવધાનની કવાયત

દેશમાં વારંવાર સામાજીક, ધાર્મિક શાંતિને પલીતો ચાંપવાનો કારણ બનતા આંતરધર્મિય લગ્ન અને ખાસ કરીને કટ્ટરપંથીઓ દ્વારા ચલાવવામાં આવતા લવજેહાદના  દુષણ સામે સમગ્ર દેશ એક થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશ પછી હરીયાણામાં સરકાર દ્વારા લવજેહાદ સામે કાયદો લાવવાની કવાયત શરૂ કરી છે. ધીમે ધીમે સમગ્ર દેશમાં લવજેહાદ સામે કાયદાકીય કવચનું જેહાદ શરૂ થવાનો માહોલ ઉભો થયો છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના રાજ્યમાં લવજેહાદ સામે કાયદાની હિમાયત કર્યાના બીજા જ દિવસે હરીયાણાના ગૃહમંત્રી અનીલ વીજે રવિવારે જણાવ્યું હતું કે, હરીયાણા પણ લવજેહાદ સામે કાયદો લાવશે.

શનિવારે લવજેહાદ અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે જણાવ્યું હતું કે, તેમની સરકાર લવજેહાદ સામે કડક કાયદો લાવી રહી છે અને તેમને હિન્દુ પરંપરા મુજબના અંતિમવિધિના શ્ર્લોક રામ નામ સત્ય હૈ…ની જેમ જેહાદીઓનું પૂરું કરી નાખવામાં આવશે અને સાથે સાથે તેમણે જે લોકો પોતાની બહેન-દિકરીઓનું સન્માન જાળવવામાં ઉણા ઉતરશે તેમને પણ કાયદાની શિક્ષા પરીઘમાં લઈ લેવામાં આવશે. મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તનની પ્રવૃતિઓ સામે જાગૃતિ ફેલાવવા માટેના પોસ્ટરો અંગે જણાવ્યું હતું. આ પ્રવૃતિ સામે કાર્યવાહી કરતા લોકોને કાયદાનું રક્ષણ મળશે. ઉત્તરપ્રદેશના જોનપુરમાં ચૂંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી આદિત્યનાથે હાઈકોર્ટના એ ચૂકાદાને આવકાર્યો હતો જેમાં માત્રને માત્ર લગ્ન માટે જ ધર્મપરિવર્તનને અમાન્ય ઠેરવ્યું હતું. ગયા અઠવાડિયે ૨૧ વર્ષની કોલેજીયન યુવતી નિકિતાને હરીયાણાના વલ્લભગઢમાં એક યુવક દ્વારા હત્યા નિપજાવી હતી. ભોગ બનનાર યુવતીના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, હત્યારો ભોગ બનનારને લગ્ન માટે ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાવતો હતો અને હિન્દુ સંસ્થાઓએ આ હત્યાને લવજેહાદનો કિસ્સો ગણાવ્યો હતો. વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકારી પ્રમુખ અશોકકુમાર શુક્રવારે ભોગ બનનારના પરિવારને મળ્યા અને આ બનાવ લવજેહાદનો ગણાવ્યો હતો. પ્રતિભાશાળી યુવતી આભને આંબવાના સપના સેવતી હતી. તેનું ઈસ્લામીક જેહાદીઓએ જાહેરમાં હત્યા કરી નાખી. વિશ્ર્વ હિન્દુ પરિષદે આ અંગે ઉગ્ર પ્રતિભાવો આપ્યા હતા. લવ જેહાદ હિન્દુ ધર્મપરિવર્તન માટે એક કાવતરારૂપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હરિયાણા સરકારે ૩ સભ્યોની સમીતી રચીને આ કેસની તપાસ શરૂ કરી છે. પોલીસે તોસીફ અને રેહાન નામના બે શખસો સામે નિકિતાની હત્યાનો ગુનો નોંધ્યો છે. હરીયાણા અને ઉત્તરપ્રદેશના પગલે સમગ્ર દેશ લવજેહાદ સામે એક થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.