Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે પદવીદાન સમારંભ

રાજયપાલ ઓમપ્રકાશ કોહલી તથા સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન ડીમ્ડ યુનિવર્સિટીના ચાન્સલેરર ડો.નાગેન્દ્રની ઉપસ્થિતિ

૧૪ વિદ્યાશાખાના ૪૬,૬૧૭ દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત

૧૩ વિદ્યાશાખાના ૫૦ વિદ્યાર્થીઓને ૬૮ ગોલ્ડ મેડલ અર્પણ

દેશમાંથી ગરીબી દુર થશે ત્યારે જ દેશ ખરાઅર્થમાં સ્વતંત્ર બનશે તેવું આજરોજ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેલા રાજયપાલ કોહલીએ કહ્યું હતું. રાજયપાલ અને કુલાધિપતિ ઓમપ્રકાશ કોહલીજીએ દિક્ષાંત સમારોહમાં પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ સમાજ અને રાષ્ટ્રમાં વિકાસના કામમાં અગ્રેસર રહે અને વિદ્યાર્થીઓ દેશના સાચા રાહબર બને અને સારા નાગરીક તરીકે ભારતનું નામ ઉજાગર કરે તેવી અપેક્ષા રાખું છું. વિદ્યાર્થીઓ શિક્ષણના માધ્યમથી દેશના આર્થિક વિકાસની સાથે સાથે એક સારા નાગરીક ધર્મ અદા કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. વિદ્યાર્થી જયારે શિક્ષિત હોય ત્યારે દેશ દાઝ, દેશ ભકિત, પ્રમાણિકતા, નિષ્ઠા, ફરજ પાલન, જવાબદારી સહિતના ગુણો મૃત્યુપર્યત જાળવે એ દેશની અને રાજયની અપેક્ષા હોય અને યુનિવર્સિટીઓ પણ દેશની અને રાજયની જ‚રીયાત પ્રમાણે અભ્યાસક્રમમાં ફેરફાર કરતા રહે અને તે મુજબના અભ્યાસક્રમો હિન્દુસ્તાનને સમગ્ર વિશ્ર્વમાં અગ્રેસર તરીકે રાખશે.

કોહલીજીએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામે યુવાનો અને વિદ્યાર્થીઓને આપેલ શીખને યાદ અપાવી મોટા સ્વપ્ન જોવા, પડકારોનો સામનો કરવા અને સુરક્ષિત વાતાવરણમાંથી નિકળી પડકારયુકત વાતાવરણમાં તૈયાર થવા યુવાનો અને વિદ્યાર્થીઓને અપીલ કરી હતી અને શિક્ષણની સાથે સાથે આ દિક્ષીત વિદ્યાર્થીઓ ભારત, ભારતીયતા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય શિક્ષણ, રીત-રીવાજો સાથે તાદમ્ય કેળવે અને ભારતીયતાનો પોતાના વિકાસની સાથે સંપર્ક જાળવી રાખે તે જ સાચું શિક્ષણ છે અને આ વિદ્યાર્થીઓ સાચા અર્થમાં આ સમજ સાથે રાષ્ટ્રના રાહબર બને તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રંગમંચ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૨ (બાવન)મો પદવીદાન સમારંભ રાજયપાલ, કુલાધિપતિ ઓમપ્રકાશ કોહલીજીના અધ્યક્ષ સ્થાને, સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન ડીમ્ડ યુનિવર્સિટી, બેંગલુરુના ચાન્સેલર ડો.એચ.આર.નાગેન્દ્રની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૬૬૧૭ દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. દાતાઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ ૫૬ સુવર્ણ ચંદ્રકો એનાયત થયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી સગ્ર ફેકલ્ટીમાં પ્રથમ ક્રમાંક ઉતીર્ણ થયેલ એવા કુલ ૧૨ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલ હતા. ૯૨ દાતાઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ ૧૧૪ રોકડ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત રાજયના રાજ્યપાલ અને કુલાધિપતિ ઓમપ્રકાશ કોહલીજી આવી પહોંચતા એન.એસ.એસ.ના કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થા ડીમ્ડ યુનિવર્સિટી, બેંગ્લુરુના ચાન્સેલર ડો.એચ.આર.નાગેન્દ્ર તેમજ સા.યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેલ હતા.

કાર્યક્રમના પ્રારંભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો.ધીરેન પંડયાએ ૫૨માં પદવીદાન સમારંભની રૂપરેખા અને જાણકારી આપેલી હતી અને આ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ભવિષ્યમાં રોટ્ર અને સમાજ પ્રત્યે જવાબદાર નાગરીક બને એવી અપેક્ષા વ્યકત કરી હતી.

ગુજરાત રાજયના ગવર્નર ઓ.પી.કોહલીજી તથા સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન ડીમ્ડ યુનિવર્સિટી, બેંગલુરુના ચાન્સેલર ડો.એચ.આર.નાગેન્દ્રનું કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ અને સિન્ડિકેટ સભ્યોએ સુતરની આંટીથી સ્વાગત કરેલ હતું. પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો ગુજરાતના રાજયપાલ અને સૌ.યુનિ.ના કુલાધિપતિ ઓમપ્રકાશ કોહલીજી તથા સ્વામી વિવેકાનંદયોગે અનુસંધાન સંસ્થા ડીમ્ડ યુનિવર્સિટી, બેંગલુરુના ચાન્સેલર ડો.એચ.આર.નાગેન્દ્રને કાર્યક્રમમાં ફુલહારથી સ્વાગતના બદલે પ્રતિકરૂપે કુલપતિ પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણ દ્વારા ફળોની ટોપલી, અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ હતું અને યુનિવર્સિટી રોડ ઉપર આવેલી રાજકોટની મંદબુધ્ધીના બાળકો માટેની જાણીતા સંસ્થા ‘સ્નેહ નિર્ઝર’ સંસ્થાના ટ્રસ્ટી એડવોકેટ વિનોદભાઈ ગોસલીયાને ફળોની ટોપલી અર્પણ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણે પદવીદાન સમારંભમાં ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુજરાતની “નેક દ્વારા ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા દોઢ દાયકામાં માળખાકિય સુવિધાઓ, નવા અધ્યતન સુવિધાસભર બિલ્ડીંગો તેમજ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નેત્રદિપક કામગીરીને કારણે સૌ.યુનિ. સમગ્ર ગુજરાતમાં મોખરે રહેલ છે.

ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ૫૨માં પદવીદાન સમારંભમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી શિક્ષિતની સાથે દિક્ષિત બને તે સમાજની અને રાષ્ટ્રની જરૂરિયાત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું “નયા ભારતના આયામો અમલમાં મૂકવા પરિશ્રમની પરાકાષ્ટા સર્જવા અનુરોધ કર્યો હતો. સમ્રગ ભારતમાં ૬૫ ટકા વસ્તી ૪૦ વર્ષની વયથી નીચેની છે. તેથી સરકાર અને સમાજે યુવાનોના સંદર્ભમાં રોજગારી, શિક્ષણ, સંશોધનાત્મક પ્રવૃતિ, માળખાકિય સુવિધાઓની વિપુલ તકોનું સર્જન કરી ભારતને વિશ્ર્વગુરુ બનાવવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.