Abtak Media Google News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા આજે સવારે 10:30 વાગ્યે કેવડિયાની પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વેલી ઓફ ફ્લાવરખાતે આગમન અને પીપળાના વૃક્ષનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત પ્રાથના સભામાં પણજોડાયા હતા. ત્યારબાદ સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ કરી હતી. અનેસ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી નિહાળી હતી.

રાષ્ટ્રપતિએ 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા દેશના પ્રથમ ગ્રીન ઇકોફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું આજે ખાતમુર્હુત કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદસાથે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.

નર્મદા ડેમ અનેસ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓની ભીડ વધી રહી છે, જેથી પ્રવાસીઓ વધતા રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણયલેવાયો હતો. આ પહેલા પ્રવાસીઓના સવલત માટે ફોર લેન રોડ બનાવી દેવાયા છે અને હવેરેલવે જંક્શન પણ બનશે.

જેમાં 18 કિલોમીટરની ડભોઇથીચાંદોદની બ્રોડગેજ લાઈનને 32 કિ.મી. લંબાવીચાંદોદથી સીધી કેવડિયા લઇ જવામાં આવશે.રેલવેસ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકોવોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવાશે 

જો કે સૌથી ખાસ બાબત એ છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત આશરે 1 લાખ જેટલા પ્રવાશીઓ લીધી છે. પરંતુ અહીં વાહન વ્યવહારની બહુ સમસ્યા છે તેથી અંહિ આધુનિક રેલવે સ્ટેશન બનાવામાં આવશે. જેથી કરીને મુલાકાત માટે આવનાર પ્રવાશીઓ અને સ્થાનિક લોકોને આવવા જવવામાં કોઈ સમસ્યા નડે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.