Abtak Media Google News

ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો

કાળી ડીંબાગ રાત્રિ,વ્યાપક આકાશ, નહીં હિંસક પ્રાણીનો ડર, અભ્યાસુ, સંશોધકોને મળશે ઉત્તમ સ્થાન

લદાખમા દેશનું સૌથી પહેલું ‘નાઇટ સ્કાય’ અભ્યાસરણ્ય બનશે, દેશમાં કુલ પપ3 જેટલા વન્યજીવન અભયારણ્ય ઉપરાંત વનસ્પતિ, ભૂસ્તર શાસ્ત્રીયની વિશેષતાઓ સાથે લોકોના અભ્યાસ અને સંશોધન માટે આકર્ષક બની રહ્યાં છે. પરંતુ રાત્રિના સમયે 4550 મીટરની ઉંચાઇએ પહાડના મેદાની વિસ્તારોમાંથી વ્યાપક આકાશને માણવાની, ચંદ્ર, તારા, ગ્રહનું નિરીક્ષણ તેમ જ રાત્રિ સફારીની આહલાદક સફર એક અનોખી યાત્રા પ્રવાસીઓ માટે બની રહેશે. લદાખના આ અભ્યારણ્યને મુલાકાત લેનારને તો જાણે એવો અહેસાસ પણ થશે કે ‘ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો’

લદાખમાં ચાંગથાંગ વર્લ્ડ લાઇફ અભ્યારણ્યમાં નાઇટ સફારી માટે એક જગ્યાની દરખાસ્ત પણ કરી દેવાઇ છે, આ એવી જગ્યા છે જયાંથી  રાત્રિના સમયે આકાશ દર્શન વ્યાપક રુપે થઇ શકશે, એટલું જ નહીં પહાડની ઉંચાઇ પર આવેલા આ મેદાની વિસ્તારમાં કોઇ હિંસક પ્રાણીઓ પણ ડર રહેતો નથી.

કાળી ડિબાંગ રાત્રિ અને ઉપર વ્યાપક આકાશ એ માત્ર એક નજારો જ નહીં પરંતુ ખગોળશાસ્ત્રીઓ, પ્રાકૃતિક ચિકિત્સકો, વનસ્પતિ પ્રેમીઓ લદાખના સાંસ્કૃતિ વારસાને પણ માણી શકાશે.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે વન્યજીવન અભ્યારણ્ય એ વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ  અથવા ભૂસ્તરશાસ્ત્રીય કે અન્ય રસની વિશેષતાઓ માટે મહત્વનો સંરક્ષિત વિસ્તાર છે, જે સંરક્ષણ માટે અભ્યાસ માટે કે સંશોધન માટે તક પૂરી પાડે છે.

ભારતમાં વાઇલ્ડ લાઇફ (પ્રોટેકશન) એકટ 1972 સંરક્ષિત વિસ્તારોની સ્થાપના માટે જોગવાઇ કરવામાં આવી છે.

ભારતમાં કુલ 553 જેટલા વન્ય જીવન અભ્યારણ્ય છે, જેમાં સૌથી વધુ આંદામાન નિકોબારમાં 96, હિમાચલમાં 29, ગુજરાતમાં ર1, મહારાષ્ટ્રમાં પ0, તામિલનાડુમાં ર9, ઉત્તર પ્રદેશમાં ર4 વિગેરેનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી જીતેન્દ્રસિંહ. ઉપરાજયપાલ આર.કે. માથુરની મુલાકાત બાદ એવું જણાવ્યું હતું કે, આગામી એક મહિનામાં લદાખમાં નાઇટ સફારી શરુ કરી દેવાશે.

કયાં કેટલા અભ્યારણ્ય

આંદામાન નિકોબાર       96

આંધ્ર પ્રદેશ                 13

અરૂણાચલ                 11

આસામ                     18

બિહાર                      12

ચંદીગઢ                       2

છતીસગઢ                   11

દાદરાનગર હવેલી           1

દમણ-દીવ                  1

દિલ્હી                        1

ગોવા                         6

હરિયાણા                      7

ગુજરાત             21

હિમાચલ                        29

જમ્મુ કાશ્મીર                  13

મઘ્ય પ્રદેશ                     24

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.