સુરત: શહેરમાં અંધશ્રદ્ધાના નામે સંબંધી ભુવાએ પરિણીતા પર નજર બગાડીને ઇજ્જત લૂંટી છે. નરાધમ ભુવાએ વિધિના નામે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું છે. ભુવાએ વિધિ કરવા માટે દંપતીને નગ્ન કરીને એક જ રૂમમાં બેસાડ્યા હતા. તે રૂમની લાઇટ બંધ હતી અને દીવો જ ચાલતો હતો. બાદમાં પરિણીતાના આંખ પર રૂદ્રાક્ષ અડાડતા તેણી ભુવાના વશમાં આવી ગઇ હતી. જે બાદ ભુવાએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ પરિણીતાએ આ અંગે રત્નકલાકાર પતિને જાણ કરતા તેમણે ફોન કરી ભુવાને સુરત બોલાવ્યો હતો. જોકે, ભુવો સુરત પાછો આવ્યો ન હતો. જેથી પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકમાં તેના વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતી મૂળ અમરેલીની 42 વર્ષની પરિણીતા સાથે તેના ફોઈજીના દીકરા એવા ધારીના ચરખા ગામના ભુવાએ વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું. ગત 19 જાન્યુઆરીના રોજ ભુવા તરીકે વિધિ કરતો ફોઈજીનો દીકરો ભરત કડવાભાઇ કુંજડીયા ( રહે.ચરખા,અમરેલી ) પિતરાઈ ભાઈ અતુલ, પુત્ર ધ્રૂવ અને સેવક સાથે સુરત આવ્યો હતો. બે દિવસ બાદ તેઓ પરિણીતાના પતિને લઈ સંબંધીઓને ત્યાં ગયા હતા. ઘરે પરત ફરતી વેળા ભરતે પતિ પાસે બજારમાંથી ફૂલ લેવડાવ્યા હતા અને ઘરે આવી જમીને રાતે 12.30 વાગ્યાની આસપાસ પરિણીતા અને તેના પતિને કહ્યું હતું કે તમારે યોગ પાકયો છે તેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે. બાદમાં ભરતે વિધિનો સામાન મંગાવી પોતાની પાસેનો સામાન કાઢી વિધિમાં પરિણીતા અને તેના પતિને બેસાડી ઘરમાં અંધારૂં કરાવી દીધું હતુ.
ભૂવો અવારનવાર પરિણીતાને ત્યાં રોકાતો હતો કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાને ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવા ચરખા ગામે રહેતો ફઈજીનો દીકરો એવો ભૂવો ભરત કડવા કુંજડિયા આવતો જતો હતો. આ ભૂવો આ પરિવારનો સંબંધી જ થતો હોવાથી સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં પણ આવતો અને રોકાતો હતો. ગત 19મી જાન્યુઆરીએ આ ભૂવો વિધિ માટે આવ્યો હતો. તેની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રૂવ અને સંબંધી અતુલ પણ આવ્યા હતા. થોડાક સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ 21મીએ પરિણીતાના પતિને બોલાવી એક સંબંધીને ત્યાં લઈ ગયો હતો.
રાત્રે આ પરિણીતાના ઘરે જ ભૂવો રોકાઈ ગયો હતો. તે વખતે તમારું ભાગ્ય જાગી ગયું છે, કહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઇ ગયો હતો. અહીં બંનેને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો હતો. પરિણીતા એકલી રહી ત્યારે ભૂવાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. ‘પોતાને જાગૃત કરી અંદર પ્રવેશ કરાવ, હું તને કશું થવા નહિ દઉં’ તેમ કહી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ પોતાની સાથે થયેલા બળાત્કારને લઈ સોમવારે(10 માર્ચ) રાત્રે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જ ભૂવો ફરાર થઈ ગયો હતો.
ભૂવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું, તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધિના બહાને પરિણીતાને પીંખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભૂવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું. ભૂવો વતન અમરેલીના ગામ પહોંચતાં લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે, તેને માતાજીના મઢમાં લઇ જઇ અડધો ટકો કરી મોઢામાં ચંપલ મુકાવી માફી પણ મંગાવી હતી. ભૂવાને પકડી સખત સજાની માંગણી કરાઇ રહી છે.
ભૂવાએ માફી માંગતા જણાવ્યું હતું કે, મારું નામ ભરતભાઈ કડવાભાઇ કુંજડિયા, ગામ નવા ચરખા છે. મેં તાંત્રિક વિધિ કરી હતી, જેની હું માફી માગું છું. હું રણુજાવાળાની સાક્ષીમાં માફી માગું છું. એનો કોઈ ગુનો નહોતો. આ લખાણ મેં કરી દીધું છે. મેં કોઈના દબાણથી કર્યું નથી. રાજીખુશીથી મેં લખાણ કર્યું છે. આજથી હું આ બધું બંધ કરું છું અને માફી માગું છું.
પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાએ વધુ તપાસ હાથ ધરી એક ટીમ અમરેલી મોકલી હતી. કાપોદ્રા પોલીસની ટીમ આરોપી ભૂવાને પકડી સુરત લઈ આવી હતી. હાલ તો આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય