સરકારની સાથે કોર્ટ પણ લાલઘુમ; નાગરિકોની જીંદગી અને સંપત્તિ સાથે ચેડાં કરવાનો કોઈને અધિકાર નહિં

દિલ્હીમાં ખેડુતોની ટ્રેકટર પરેડમાં હિંસાત્મક વિરોધ પ્રદર્શન થતા પોલીસ જવાનો ઉપરાંત, જાહેર સંપતિને મોટુ નુકશાન પહોચ્યું છે. રેલી દરમિયાન ૧૦ હજારથી વધુ આંદોલનકારીઓએ ૬ હજાર ટ્રેકટર પર સવાર થઈ ૭૦ થી વધુ બેરીકેટસ તોડી નાખ્યા, પોલીસવાન પર ટ્રેકટરના પૈડા ફેરવી દેવાયા. આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડયા છે તો સરકારી સંપત્તિની સુરક્ષા, કાયદો વ્યવસ્થાની અમલવારી, નાગરીકોના જીવને સુરક્ષા પર પણ પ્રશ્ર્નો ઉભા થયા છે. ખેડુતોના આંદોલનના લીધે થતા નુકશાન અને સામાન્ય નાગરીકોના જીવ પર જોખમ ઉભુ થતું હેય તેવા આક્ષેપ સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલથઈ છે. સરકારની સાથે કોર્ટપણ લાલધૂમ થઈ ઉઠી છે. નાગરિકોની જીંદગીને સંપત્તિ સાથે ચેડા કરવાનો કોઈને અધિકાર નથી. વિરોધ કરવાનો હકક છે પણ અન્યના અધિકારનું હનન કરી વિરોધ કરવો તે બંધારણનો પણ ભંગ છે તેમ સુપ્રિમ કોર્ટે અગાઉ પણ જણાવ્યું હતું.

Loading...