Abtak Media Google News

સોશિયલ ડીસટન્સ,  સેનિટાઈઝર સહિતના નિતી નિયમો સાથે કોર્ટ શરૂ કરવા વકીલોની માંગ

સમગ્રદેશમાં છેલ્લા છ મહિનાથી લોકડાઉનની અસરો તમામ પ્રકારના વ્યવસાયપર જોવામાળી રહી છે, ઔધ્યોગિક એકમો , જીવંજરૂરિયાતની વસ્તુઓ, કપડબજાર તેમજ અતિમહત્વનો ગણાતો એવો વકીલાતના વ્યવસાયને પણ લોકડાઉનના કારણે અનેક ગંભીર અસરો ઉપજી છે. માર્ચમહિનાથી થયેલ લોકડાઉનના કારણે સંપૂર્ણ પણે કોર્ટોબંધ હોવાથી કોર્ટ પ્રેક્ટિસ કરતાં વકીલો અને જુનીયરોહાલ હાલ અત્યંત હાડમારી અનુભવી રહ્યા છે.  ખાસ જુનિયર વકીલોકે જેઓની પ્રેક્ટિસક ક્રિમિનલ મેટરપર જ હોય તેઓ કોર્ટમાં હાજર હોય તો જ તેઓને કામમળેતેવી સકયતા હોય, પરંતુ હાલના સંજોગોમાં કોર્ટ કાર્યવાહી સદંતરબંધ હોય હાલમાં વકીલોને કોરોનાના વધતાં સંક્રમણ ને કારણે કોર્ટમાં બેસવાદેવામાં મનાઈકરવામાં આવી છે, અહી બેસનાર જુનીયર વકીલોનું આવકનું અન્ય કોય સાધન ન હોય તેવા સંજોગોમાં કોર્ટ પ્રેક્ટિસ કરતાં જુનિયર વકીલો સદંતર હડમરીનો સામનો કરી રહ્યા છે, જુનિયર કોર્ટ પ્રેક્ટિસ કરતાં વકીલોની આજીવિકાનું સાધન બંધ થયેલ હોય તેવા સંજોગોમાં હાલના જુનિયરવકીલો અત્યંત મુશ્કેલીમાં મુકાય ગયા છે.

વકીલોની કફોડી હાલત છતાં બાર કાઉન્સીલ દ્વારા કોઈ સહાય નહીં: સંજય નંદાણીયા

Box 1

હાલમાં કોર્ટ પ્રેક્ટિસ કરતાં વકીલોની હાલત કફોડી છે, હાલના સમયમાં સિવિલકોર્ટ, ક્રિમિનલ કોર્ટ, ફેમેલિકોર્ટ, લેબરકોર્ટ,સહિતની કોર્ટોસદંતર બંધ છે , માર્ચ મહિના અગાઉ જે અરજીઓ કોર્ટમાં દાખલ કરી હતી, તેમાં પણ હાલ માત્ર તારીખો જ પાડવામાં આવે છે, આગડની કોય કાર્યવાહી થતી નથી છેલ્લા છમહિના થી કાર્યવાહી સંપૂર્ણ બંધ હોય આથી વકીલાતના વ્યવસાય સિવાય અન્ય કોય આવકનો સ્ત્રોત ન હોય તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા પણ કોય જાતની સ્ટાય્પેંડની રકમ જુનિયર વકીલોને ચુક્વવામાં આવતી નથી.

અન્ય વ્યવસાયોની માફક કોર્ટો પણ શરૂ કરવી જરૂરી: મયુર કટારમલ

Box 2

હું છેલ્લા ૧૦ વર્ષથી કોર્ટ પ્રેક્ટિસ કરું છુ, હાલનો સમયગાળો એવો છે કે જે વકીલો માત્ર વકીલાત પર જ પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમનો વ્યવસાય બંધ થતાં વકીલો આર્થિક મુસકેલિમાં મુકાયા છે, લોકડાઉન બાદ તમામ પ્રકારના વ્યવસાય શરૂ થઈ ગયા છે પરંતુ કોર્ટોને હજુ પણ સરકાર દ્વારા શરૂ કરવાની મંજૂરી ન મળતા વકીલોની મુશ્કેલીમાં વધારો થતો જાય છે, તમામ વ્યવસાયમાં સોસિયલ ડિસ્ટન્સ અને સેનિટાઝરનો ઉપયોગ કરવાની સરકારની ગાઈડ લાઇન અનુસાર છૂટ આપવામાં આવી છે આ જ ગાઈડ લાઇન અનુશાર હાલના સંજોગને ધ્યાનમાં રાખી કોર્ટો શરૂ કરવી જોઈએ.

જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી બની અઘરી: ડી. એસ. ચંદારાણા

Box 3

હું છેલ્લા ૧૨ વર્ષથી કોર્ટપ્રેક્ટિસ કરું છુ, જામનગરની કોર્ટમાં હું ક્રિમિનલ મેટ્રોમોની સહિતની કોર્ટોમાં પ્રેક્ટિસ કરું છુ લોકડાઉનના સમય થી કોર્ટો બંધ હોવાથી જીવન જીવવું કપરું બનીગયું છે, હું ડાયાબિટીક પેસન્ટ છુ, અને મારા પરિવારમાં વડીલોનું સ્વાસ્થ્ય પણ  સારું રહેતું નથી આથી કોર્ટો સંપૂર્ણ પણે બંધ હોવાથી જીવન જીવવું કપરું બનીગયું છે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને દવાઓ મેળવવા માટે ભારે હડમરીનો સામનો કરવો પડે છે મારો કાયમી આવકનો સ્ત્રોત બંધ થય ગયેલ છે તેવા સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કોય સહાય કે સ્ટાયપેંડની રકમ આપવામાં આવતી નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.