સુરતના વેસુ વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરાઈ

ડ્રેનેજ લાઈનમાં ઢાંકણ ન હોવાથી ગાય અંદર પડી

મકરસંક્રાંતિના દિવસે ગાય પૂજન વિશેષ મહત્વ આલેખવામાં આવ્યો છે. ચારે તરફ પૂજન થઈ રહ્યું છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા મહેંદીપુર બાલાજી મંદિર પાસે ડ્રેનેજ લાઇનના ઢાંકણ ન હોવાને કારણે ગાય અંદર ખાબકતા રેસ્ક્યુ કરાયું હતું. મોડી રાતથી ગાય ડ્રેનેજમાં પડ્યું હોય તેવું જાણવા મળ્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ જેસીબી મશીનની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી હતી.

ગાડી ડ્રેનેજ લાઈનમાં પડી હોવાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. જેમની ગાય હતી તેઓ મોડી રાતથી ગાય પરત ન આવતાં તે વિસ્તારમાં શોધવા માટે પરિવારના લોકો નીકળ્યા હતા. ગાયને શોધતાં આસપાસના વિસ્તારમાં ન મળે ત્યારે એકાએક જાણવા મળ્યું કે ડ્રેનેજ લાઈન ની અંદર કોઈ પશુ પડ્યો હોય તેવું જણાઈ રહ્યું છે ત્યાર બાદ પરિવારજનોએ જોતા પોતાની ગાય અંદર પડી હોવાનું જણાવ્યું હતું.

ગાયને અંદરથી કાઢવા માટે સ્થાનિક લોકોએ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા બાદમાં તેમણે ફાયર વિભાગની ટીમને બોલાવી હતી.

સ્થાનિક રાહુલ અગ્રવાલે જણાવ્યું કે આજે મકરસંક્રાંતિ ના પાવન દિવસે સૌ કોઈ ગૌમાતાની સેવા કરવામાં મશગૂલ છે ત્યારે અમારા વિસ્તારમાં એક આ ગાય ડ્રેનેજ લાઈનમાં ખાબકી જાણવા મળતાં અમે તાત્કાલિક અસરથી ફાયર વિભાગની ટીમને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે ખૂબ જ સુંદર અને સમયસરની કાર્યવાહી કરતાં ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.

જેસીબી મશીનની મદદથી ડ્રેનેજ અ ટાંકી ની આસપાસની જગ્યા જેસીબી મશીનથી ખોદવામાં આવી હતી અને ત્યારબાદ ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી હતી. ગૌરવને આપણે માતા સમાન માનનીય છે અને આજના દિવસે સ્થાનિક લોકોનો સહકાર અને ફાયર વિભાગની ટીમે કરેલી યોગ્ય સમયની કામગીરીને કારણે ગાયને હેમખેમ બહાર કાઢી લેવામાં આવી હતી.