- રાજકોટ આશ્રય ગ્રુપ દ્વારા આયોજિત
- અબતકની મુલાકાતમાં સમસ્ત સોની સમાજના આગેવાનોએ રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટના ભવ્ય આયોજનની આપી વિગતો
સમસ્ત સોની સમાજ ક્રિકેટ ચેમ્પિયનશિપ 2025 નું આ વર્ષે પણ શાનદાર આયોજન થવા જઈ રહ્યું છે આશરે ગ્રુપ રાજકોટ દ્વારા “માં કોમ્પુટેક ચેલેન્જ કપ સમસ્ત સોની સમાજ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજન અંગે અબ તકની મુલાકાતે આવેલા સોની સમાજના આગેવાન વિશાલભાઈ ઝિંઝુવાડીયા, અગ્રણી ધારાશાસ્ત્રી મનીષભાઈ પાટડીયા, જીતુભાઈ ફિચર્ડીયા, જીગ્નેશભાઈ વાગડિયા, કરણભાઈ લોલારીયા, અને દીપકભાઈ કરચલિયા દ્વારા ક્રિકેટ ટુર્ના મેન્ટ ની વિગતો આપતા જણાવ્યું હતું કે સમસ્ત સોની સમાજ ની એકતા અને યુવાનોમાં સ્પોર્ટ્સ અંગે રુચિ વધે તે માટે સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની પરંપરા ઊભી થઈ છે બે ટુર્નામેન્ટના સફળ આયોજન બાદ આ વર્ષે પણ માં કોમ્પુટેક ચેલેન્જ કપ નો આઈ પી એલ ફોર્મેટમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ માં ચાર દિવસ મા 15 મેચો રમાશે
જામનગર રોડ પર ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 20 થી 23 ફેબ્રુઆરી ચાર દિવસ ના રાત્રે પ્રકાશ ટુર્નામેન્ટમાં 15 મેચ રમાશે.
આઈ પી એલ ફોર્મેટમાં રમાનારા આ ,’માં કોમ્પુટેક ચેલેન્જ કપ” ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન 20મી તારીખે સાંજે દીપ પ્રાગટ્ય કરીને સપ્તમ પીઠના યુવરાજ અનિરુદ્રાય મહોદય, રસેશકુમાર મહોદય અને સુરેશ બાવા ના હસ્તે કરવામાં આવશે
સાંજે 6થી રાતના 12વાગ્યા સુધી ની આ ટુર્નામેન્ટમાં દરરોજ 4 મેચ રમાશે, ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી અને રનર અપ ટીમોને પોતાની નામો આપવામાં આવશે દરેક મેચમાં વેલ પર્ફોર્મર ખેલાડીને અલગથી ઇનામો આપી નવાજવામાં આવશે
સોની સમાજના ધૂરંદર યુવા ખેલાડીઓ ને પોતાના કોવત બતાવવાની તક મળશે, આ ટુર્નામેન્ટમાં ઓપન ગુજરાત ટીમો ભાગ લેશે ,ટુર્નામેન્ટમાં કુલ8 ટીમો માં નાઈટ રાઈડર, વીકે વોરિયર, મુરલીધર ઇલેવન, આશીર્વાદ ઇલેવન, ઍસ થ્રી ઇલેવન, રાધે ઇલેવન, પર માહી કેસરી ઇલેવન, ટીમોએ ભાગ લીધો છે 20 થી 23 ના 4 દિવસીય ક્રિકેટ જંગ માં અધ્યતન સાઉન્ડ અને લાઈટના ઝગમગાટ સાથે યોજાનારમાં કોમ્પુટેક ચેલેન્જ કપ ને સફળ બનાવવા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક વિશાલભાઈ જીંજુવાડીયા, જીતુભાઈફિચર્ડીયા, મૌલિકભાઈ પાટડીયા, જીગ્નેશભાઈ વાગડિયા, રાજેશભાઈ રાણીગા, મોહિતભાઈફિચર્ડીયા, ધર્મેશભાઈ પાટડીયા, દુર્ગેશભાઈ આડેસરા, વિરેનભાઈ રાણીગા, કરણભાઈ લોલારીયા,, ચિંતનભાઈ લોલારીયા, જતીનભાઈ આડેસરા, પ્રકાશભાઈ પાલા વિમલભાઈ રાણપરા, રાજુભાઈ આડેસરા, હિતેશભાઈ રાણપરા, હરેશભાઈ ફિચડીયા દીપકભાઈ કરચલીયા, સહિતના જેમ જ ઉઠાવી રહ્યા છે આ ટુર્નામેન્ટ વિશે વિશેષ માહિતી માટે વિશાલભાઈ ઝિંઝુવાડીયા 9375980108, જીતુભાઈ ફિચર્ડીયા 8120812605 પર સંપર્ક કરવા જણાવાયુ છે