- ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને ખડી સમિતિના ચેરમેન પદે પલ્લવી ઠાકરની નિયુકિત
અંતે… 16 મહિના બાદ જુનાગઢ મહાનગરના મેયર પદે ધર્મેશ પોશિયાની જાહેરાત થઈ જવા પામી છે. આ સાથે ડેપ્યુટી ચેરમેન તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર તથા શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી તેમજ દંડક તરીકે કલ્પેશ અજવાણીની ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અને મહાનગરપાલિકાના આજે મળેલા જનરલ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનને બહુમતીથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. તે સાથે નવનીયુક્ત મહાનગરપાલિકાના હોદ્દેદારોને જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ, જૂનાગઢના ધારાસભ્ય તથા ભાજપ પરિવાર અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાના 16 માસના કમિશનરના શાસન બાદ તાજેતરમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અને આ ચૂંટણીમાં 1 અપક્ષ, 11 કોંગ્રેસ અને 48 ભાજપના ઉમેદવારો ચૂંટાયેલા જાહેર થયા હતા. બાદમાં આજે જુનાગઢ મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડ મળેલ હતું જેમાં જૂનાગઢના મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર તથા શાસક પક્ષના નેતા તરીકે મનન અભાની અને શાસક પક્ષના દંડક તરીકે કલ્પેશ અજવાણીના નામ જનરલ બોર્ડમાં મૂકવામાં આવતા બહુમતીથી આ તમામ હોદ્દેદારો જૂનાગઢ મહાનગર પાલિકાના પ્રથમ સત્ર એટલે કે અઢી વર્ષ માટે નિયુક્ત જાહેર કરાયા હતા. જુનાગઢ મહાનગર પાલિકામાં ગત પાંચ વર્ષ ભાજપે શાસન કર્યા બાદ ગત બોડીના પાંચ વર્ષ પૂર્ણ થતા કમિશનરને જૂનાગઢ મહાનગરપાલિકાનો વહીવટ હવાલે કરાયો હતો, બાદમાં 16 માં કમિશનરના વહીવટ હેઠળ રહેલ જુનાગઢ મહાનગરપાલિકાના નગરસેવકો માટેની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને 48 સીટ મળી હતી. જેમાંથી 8 સીટ તો ભાજપ તરફે બિનહરીફ થવા પામી હતી. જ્યારે સામા પક્ષે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી અને 1 અપક્ષ વિજેતા થયો હતો.
જો કે ગત વર્ષ કરતાં આ ચૂંટણીમાં ભાજપને 8 સીટની નુકસાની ગઈ હતી, અને 1 અપક્ષ સહિત કોંગ્રેસને સાત બેઠકનો ફાયદો થવા પામ્યો હતો.
ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જુનાગઢના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડક તરીકે કોની નિયુક્તિ થશે ?!? તે બાબત જૂનાગઢ મહાનગરમાં ચર્ચા નો વિષય બન્યો હતો. બીજી બાજુ ચૂંટાયેલા ભાજપના નગરસેવકો દ્વારા લોબિંગ કરાવી પોતાને હોદા મળે તે માટે ભારે લોબિંગ કરવામાં આવ્યા હતા. જોકે ફરી એક વખત ભાજપે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સાહિત્યના જે પાંચ પદાધિકારીઓના નામ જાહેર કર્યા છે તે લોકોને આચાર્ય ચકિત કરી દે તેવા જાહેર થવા પામ્યા છે. કારણ કે જે નામો મેયર સહિતના હોદા માટે ચર્ચામાં હતા તેમને ક્યાંકને ક્યાંક સાઈડમાં રાખી નવા અને યુવા ચહેરાઓને જૂનાગઢ મહાનગરપાલિકાના શાસનની બાગડોર ભાજપ મોવડીએ સોંપી છે. દરમિયાન આજે જુનાગઢ મનપાના મળેલા જનરલ બોર્ડમાં ચૂંટાયેલા જાહેર થયેલ મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. તે સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવવા જુનાગઢ મહાનગરપાલિકાના ભાજપાના પ્રમુખ પુનીત શર્મા, જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના ભાજપના અગ્રણીઓ કાર્યકરો અને વિવિધ મોરચાના હોદ્દેદારોની સાથે શુભેચ્છકો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને હારતોરા અને સાલ ઓઢાડી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.