કોયલ કાગડાનાં માળામાં પોતાના ઇંડા મૂકી દે છે: માદા કોયલ મીઠો ટહુકો નથી કરતી પણ કીક-કીક અવાજ કાઢે

કોયલ પાંખા જંગલો અને વન-વગડા, વાડીઓ, બગીચામાં રહેવાનું વધુ પસંદ કરે છે: કાગડા અને કોયલનો પ્રજનન સમય જૂનથી ઓગષ્ટ એક સરખો જ હોય છે: આપણે તેના મીઠા ટહુકાના પ્રેમી છીએ તે ટહુકો નર કોયલનો હોય છે: વિશ્ર્વમાં તેની 120થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે

આપણે કોઇ સારૂ ગાય તો તેને કોયલ જેવા મીઠડાં અવાજ સાથે સરખામણી કરીએ છીએ પણ વાસ્તવમાં તે કોયલ નહી પણ નર કોયલનો અવાજ હોય છે. કોયલ ખૂબ જ ચબરાક પક્ષી છે તેથી જ કોયલ પોતાના ઇંડા કાગડાના માળામાં મૂકી દે છે. બંનેનો પ્રજનન ગાળો જૂનથી ઓગષ્ટ સરખો હોવાથી કાગડો અને કોયલ આ લાભ લઇ લે છે. કોયલ મીઠો ટહુકો ક્યારેય નથી કરતી તે માત્ર કીક-કીક અવાજ કાઢે છે. નર કોયલ માદાને મદદ કરવા માટે જે વૃક્ષ પર કાગડો માળો બાંધે છે તેની આસપાસ જ ટહુકા કરે છે.

કોયલ પાંખા જંગલો, વાડીઓ, વન-વગડા અને બગીચામાં રહેવાનું પસંદ કરે છે. દક્ષિણ એશિયામાં ભારત, શ્રીલંકા, ચીન અને ઓસ્ટ્રેલિયા સુધી જોવા મળે છે. આપણા ગુજરાતમાં જોવા મળતી કોયલને એશિયન કોયલ કહે છે. તેની પૂંછડી 45 સે.મી. લાંબી તો નર ભૂરાશ પડતો કાળો રંગ, લીલાશ પડતી પીળી ચાંચ, ઘેરી લાલ આંખ અને ભૂખરા પગ ધરાવે છે, જ્યારે માદાના પીઠ ઉપર કથ્થાઇ જેવો અને પેટાળમાં સફેદ રંગ તથા ભારે ટપકાવાળા કથ્થાઇને સફેદ પટ્ટા હોય છે. લીલાશ પડતી ચાંચ અને રાતી આંખ હોય છે.કોયલ સર્વભક્ષી પક્ષી છે તેથી ઘણી જાતની જીવાત ઇયળો, ઇંડા અને નાના જીવજંતુ ખાય છે.

પુખ્ત કોયલ ફળનો પણ આહાર કરતી જોવા મળે છે, તો ક્યારેક નાના પક્ષીના ઇંડા પણ ખાય જાય છે. લાલ છાતીવાળો કોયલ પણ જોવા મળે છે, જે એક કોયલની જ પ્રજાતિ છે જે દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. આ કોયલ પોતાના ઇંડા બીજા પક્ષીના માળામાં મૂકીને તે પક્ષીને બચ્ચા ઉછેરવાની જવાબદારી આપી દે છે.કોયલ કબૂતર એ કોલીમ્બિડે કુટુંબમાં પક્ષીની એક પ્રજાતિ છે. તે ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, થાઇલેન્ડ અને વિયેટનામ જેવા દેશોમાં જોવા મળે છે.

સામાન્ય રીતે તે કોયલ પક્ષીની ઓળખ તેની સુરીલી અવાજથી વધુ છે. કોઇ સ્ત્રીનો સુંદર અવાજ હોય તો આપણે તેની સરખામણી કોયલ સાથે કરીએ છીએ. કોયલ એક મધ્યમ આકારનું પક્ષી છે. માદા તે તેર પક્ષીની જેમ ધબ્બાદાર હોય છે. દુનિયામાં એક માત્ર કોયલ એક જ પક્ષી એવું છે જે પોતાના ઇંડા બીજા પક્ષીના માળામાં મૂકી દે છે. કોયલનો રંગ પૂરી રીતે કાળો હોય છે અને તે ભારતીય પક્ષી છે. માદા કોયલ 12 થી 20 ઇંડા મૂકે છે. આજે કોયલની વિશ્ર્વમાં 120થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

કોયલ પક્ષીનું વૈજ્ઞાનિક નામ યુડાઇનેમિસ સ્કોલોપેકિસ છે અને તે એશિયા અને આફ્રિકામાં વધુ જોવા મળે છે. તે પોતાને માટે માળો ક્યારેય બનાવતી નથી. 1747માં અંગ્રેજ પ્રકૃતિવાદી જ્યોર્જ એડવર્ડસે તેમના નેચરલ હિસ્ટ્રી ઓફ અનકોમન બર્ડ્સના બીજા ગ્રંથમાં એશિયન કોયલનું ઉદાહરણ આપેલ છે. એશિયન કોયલ તેના ભૌગોલિક સ્વરૂપો મુજબ કલર, કદ અને તફાવતો જોવા મળે છે, થોડા જનીન પ્રવાહો સાથે ભૌગોલિક રીતે અલગ કરવામાં આવ્યા છે.

એશિયન કોયલ 39 થી 46 સેમી એટલે કે 15 થી 18 ઇંચની અને 190 થી 327 ગ્રામ વજનની હોય છે. હળવા જંગલને વસવાટ માટે વધુ પસંદ કરે છે. ઉષ્ણકટિબંધનો વિસ્તાર તેને વધુ માફક આવે છે. આ પક્ષી 1980માં સૌપ્રથમ સિંગાપુરમાં આવ્યા હતાં. આજે ત્યાંના સામાન્ય ક્ષી બની ગયા હતાં.

કોયલ શબ્દ સંસ્કૃતના કોકિલા શબ્દ પરથી આવ્યો છે. આપણે કોકિલ કંઠી શબ્દ એટલે જ વાપરીએ છીએ. તેમનો ટહુકો સાથે આ પક્ષી લોકકથા, દંતકથા, કવિતા અને સાહિત્યમાં વધુ ઉલ્લેખ થતો જોવા મળે છે. આ પક્ષીઓ એક જમાનામાં કેજ બર્ડ તરીકે ખૂબ જ લોકપ્રિય હોવાથી લોકો તેને પાળતા હતાં. લોકો તેને બાફેલા ખોરાક ખવડાવતાને પાંજરામાં આ પક્ષી 14 વર્ષ સુધી કેદમાં રહેતા હતાં.

કોયલની મોટાભાગની પ્રજાતિ બેઠાડું હોય છે પરંતુ કેટલીક મૌસમી સ્થળાંતર કરે છે અને અન્ય તેમની તુલનામાં આંશિક સ્થળાંતર કરે છે. કોયલ મોટાભાગે એકાંત પક્ષી છે જે ભાગ્યેજ જોડી અથવા જૂથમાં જોવા મળે છે. જૂના વિશ્ર્વની 56 પ્રજાતિ અને નવી દુનિયાની ત્રણ પ્રજાતિ જે પરોપજીવી છે એટલે કે અન્ય પક્ષીના માળામાં ઇંડા મુકે છે. આ પ્રજાતિ આજરીતે પ્રજનન કરે છે. કોયલના ઇંડામાંથી બચ્ચું બીજા પક્ષી કરતાં વહેલા બહાર નીકળે છે અને તે ઝડપથી મોટું થાય છે. બચ્ચુ પોતાની રીતે બધુ જ શીખી જાય છે. કોયલ વિશે બહુ ઓછો અશ્મિભૂત રેકોર્ડ જોવા મળે છે.

માનવ સંસ્કૃતિ અને કોયલ

કોયલ હજારો વર્ષોથી માનવ સંસ્કૃતિમાં જોડાયેલ છે. ગ્રીક પૌરાણિક કથાઓમાં દેવીહેરાના પવિત્ર સાથે દેખાય છે. યુરોપમાં કોયલ વસંત ઋતુ સાથે સંકળાયેલ છે. ભારતમાં કોયલ ઇચ્છા અને ઝંખનાના દેવતા કામદેવ માટે પવિત્ર છે. જાપાનમાં કોયલ અપ્રતિક્ષિત પ્રેમનું પ્રતિક છે.

ગુજરાતમાં કોયલ (કુકુઝ) કુટુંબના પક્ષીઓની વિવિધ જાતો

  • કોયલ બધે જ જોવા મળે છે.
  • પટ્ટાવાળી રાતી કોયલ, તાપી અને ડાંગના વનપ્રદેશમાં
  • નાની રાખોડી કોયલ બધે જ જોવા મળે છે.
  • ચાતક બધે જ જોવા મળે છે.
  • બપૈયો બધે જ જોવા મળે છે.
  • પરદેશી કુકુકંઠ યાયાવર પક્ષી છે.
  • હોકો રણપ્રદેશ સિવાય બધે જ જોવા મળે છે.
  • લીલો માલકોહા દક્ષિણ ગુજરાતમાં ક્યારેક જોવા મળે છે.