Abtak Media Google News

તાલિબાન આતંકવાદીઓએ તેના જૂના કિલ્લો, કંધારમાં મહિનાઓ સુધી ઉગ્ર લડત બાદ અફઘાનિસ્તાનનો બીજો સૌથી મોટો ડેમ કબજે કર્યો છે. આતંકવાદી સંગઠનો અને અધિકારીઓએ ગુરુવારે તેની પુષ્ટિ કરી છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘દાહલા ડેમ પ્રાંતની રાજધાનીને અનેક નહેરો દ્વારા સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે અને હવે તે તાલિબાનના હાથમાં છે.’

તાલિબાનના પ્રવક્તા કારી યુસુફ અહમદીએ એફપીને જણાવ્યું હતું કે, અમે અરધાનદાબમાં દાહલા ડેમ પર કબજો કર્યો છે. પાડોશી જિલ્લાના રાજ્યપાલ હાજી ગુલબુદ્દીને પણ આ વાત પર પુષ્ટિ આપી છે કે, તાલિબાનોએ ડેમનો કબજો લીધો છે. અમારા સુરક્ષા દળોએ વધુ દળોની માંગ કરી, પરંતુ તેઓ તે મેળવી શક્યા નહીં.’

પાછલા અઠવાડિયે પાડોશી દેશ હેલમંદ પ્રાંતના સંઘર્ષમાં જયારે અમેરિકી સૈન્ય ખસી ગયું હતું તે પછી આ ડેમ પર કબજો કરાયો હતો. કંધાર જળ વિભાગના વડા તૂરયાલય માહબૂબીએ જણાવ્યું હતું કે, ‘તાલિબાન દ્વારા તાજેતરમાં જ દાહલા કર્મચારીઓને કામ પર ન જવાની ધમકી આપી હતી.’

ગયા મહિને તાલિબાનોએ ડેમને પડોશી જિલ્લા સાથે જોડતો પુલ ઉડાવી દીધો હતો. આ ડેમ લગભગ 70 વર્ષ પહેલા અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે કંધારના સાત જિલ્લામાં સિંચાઈ પુરી પાડે છે. 2019માં, એશિયન વિકાસ બેંકે પણ આ માટે 350 મિલિયનના ભંડોળને મંજૂરી આપી હતી. આજુબાજુના જિલ્લાઓમાં છેલ્લા છ મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ અધિકારીઓએ એપ્રિલમાં કહ્યું હતું કે, આ વિસ્તારને મુક્ત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.