‘ધ ડેથ જંગલ’ વેબસીરીઝ કાલથી દર શનિવારે યુ ટયુબ પર મચાવશે ધુમ

આવતીકાલથી દર શનિવારે ‘ડેથ જંગલ’ વેબસીરીઝ મીસ્ટર હરૂભા યુ ટયુબ ચેનલ પર ધુમ મચાવશે. કુલ ચાર એપીસોડમાં બનેલી આ વેબીસીરીઝમાં સૌરાષ્ટ્રના નવયુવાનોએ અભિનયના ઓજસ પાથર્યા છે. વેબસીરીઝની વિગતવાર માહીતી આપવા સ્ટાર કાસ્ટે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ વેબસીરીઝમાં અભિનયના ઓજસ હાર્દિકસિંહ મહેન્દ્રસિંહ વાળા કે જે આપણા સૌના લાડીલા એ હરૂભાએ આપણને સૌને તેમના અદભુત અને મનમોહક અભિનવ થકી વિવિધ પ્લેટફોર્મ પર મંત્રમુગ્ધ કર્યા છે. સામાન્ય ગામડાના ક્ષત્રીય યુવાન કે જેમના લોહીમાં રહેલી કલાઓ થકી જ પોતાની કારકિદીની શરૂઆત કરી એટલે કે તલવાર બાજી થકી લોકોને ક્ષત્રીય ધર્મના લોહીના ગુણ થકી લોકોને આકષર્યા અને પોતાની  કારકિર્દીની શરુઆતમાં જ લોકોને પોતાની પ્રતિભાથી મોહિ લીધા હતા. એમની જ અદાકારીનો અદભુત નમુનો લઇને તેઓ આવી રહ્યા છે.

‘ધ ડેથ જંગલ’ આ વેબસીરીઝ આવતીકાલે સવારે 11 વાગ્યે મીસ્ટર હરૂભા યુ ટયુબ ચેનલ પર પ્રસિઘ્ધ થઇ દર શનિવારે ધુમ મચાવશે.