કારની ઠોકરે ચડી જતાં મિત્રની નજર સામે મિત્રનું મોત, કોલેજિયન યુવતીને કાળ ભરખ્યો

ત્રંબા મિત્ર સાથે બાઈક પર કોલેજે જતી વેળાએ સર્જાયો જીવલેણ અકસ્માત

શહેરના ભાવનગર રોડ પર આવેલ રાજ સમઢીયાળા ગામ પાસે કારે બાઈકને અડફેટે લેતા ગ્લોબલ આયુર્વેદિક ઇન્સ્ટટયૂટમાં ની વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલકને ઇજા થતાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રહેતા લાલજીભાઈ ભગુભાઈ દવેરા નામના 23 વર્ષીય યુવાન પોતાનું બાઇક લઇને પોતાની મિત્ર પ્રિયાંશી બેન અજીતભાઈ ચાવડા નામની 20 વર્ષીય યુવતી ને  કોલેજે મુકવા માટે બાઈક માં જઈ રહ્યા હતા ત્યારે રાજ સમઢીયાળા ગામ પાસે પહોંચ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લેતા પ્રિયાંશી બેન ચાવડા નામની એક 20 વર્ષીય યુવતીનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું.

જ્યારે અકસ્માતમાં ઘવાયેલા લાલજી ભગુભાઈ દવેરાને રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ આજીડેમ પોલીસ મથકના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઇ મૃતકનું પીએમ કરાવી કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણ સાત ની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતકના પિતા ખાનગી હોસ્પિટલમાં કેશિયર તરીકે કામ કરે છે અને તેઓની ફરિયાદના આધારે અજાણ્યા ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે