Abtak Media Google News

કોરોના કટોકટી અને વધતા જતા સંક્રમણના મામલામાં રેમ ડેસ વીર ઇન્જેકશનની ઉભી થયેલી ભારે માંગ અને કસરતની સાથે સાથે કાળા બજાર જેવી પ્રતિકૂળ પરિસ્થિતિને લઇને સરકારે ઇન્જેક્શનના વિતરણ અને વ્યવસ્થા જાળવવાની સંપૂર્ણતા જિલ્લા કલેક્ટરોને સોંપવાનો નિર્ણય લીધો છે જિલ્લા કલેક્ટરોને ઇન્જેક્શનના જથ્થાનું નિયમન અને સરકારી હોસ્પિટલોમાં જરૂરિયાત પુરતો જથ્થો પૂરો કર્યા બાદ જો જથ્થો વધે તો તે ખાનગી હોસ્પિટલોમાં આપવાના નિર્ણય માટે દરેક જીલ્લાના કલેક્ટરોને સત્તા સોપવામાં આવી છે   રે મે ડે સે વી રઇન્જેક્શન ના કાલા બજાર અને અછત નો ગેર લાભ લેનારા તત્વોને કાબૂમાં લેવા માટે સરકારે હવે કલેક્ટરને સંપૂર્ણ સત્તા સોંપી દેવાનો નિર્ણય કર્યો છે.

બીજી તરફ શહેરી વિસ્તાર બાદ આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં કોરો ના વકર્તો કોરોના સંક્રમણ ની વધતી જતી પરિસ્થિતીમાં સુરતમાં સૌથી વધુ બહારના દર્દીઓ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ કોરોના લઈને આવતા હોવાનું બહાર આવ્યું છે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી સુરત રેલ્વે સ્ટેશન રહેલા પેસેન્જરો માંથી કોરોના ના સંક્રમિત દર્દીઓ મળી રહ્યા છે સુરત રેલ્વે સ્ટેશન સતત 24 કલાક કોરોના ટેસ્ટિંગ ની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે અને સૌથી વધુ સંક્રમિત દર્દીઓ સુરત થી મળી રહ્યા છે.. બીજી તરફ શહેરી વિસ્તારમાંથી હવે કોરોના આદિવાસી ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગયો હોય તેમ ગુજરાતી આદિવાસી વિસ્તારમાં કોરોના ના દર્દીઓ નું પ્રમાણ વધતા તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને લવ યુ હોસ્પિટલો શરૂ કરવાનું અભિયાન હાથ ધર્યું છે આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને બહારથી શ્રમજીવી કામદારો વતન તરફ જતા હોવાના કારણે આદિવાસી વિસ્તારોમાં કોરોના દર્દીઓનું પ્રમાણ વધ્યું હોવાનું કારણ અને અનુમાન સાથે વહીવટીતંત્રે આદિવાસી ગ્રામ્ય વિસ્તારો આસપાસ ખાનગી અને સરકારી ધોરણે સેન્ટરો શરૂ કરવામાં તંત્રને તાકીદ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.