Abtak Media Google News

ઐતિહાસિક રાજવી સંગ્રહાલય માત્ર પ્રવાસ ન જ નહીં સાંસ્કૃતિક સંશોધનનું સ્થળ બની રહેશે: માંધાતાસિંહ

અખંડ ભારતના નિર્માણ માટે સર્વોચ્ચ અર્પણ કરનાર રાજવીઓની સરકારે કદર કરી: મંત્રી ભુપેન્દ્રસિંહ

સોનેકી ચિડીયા જેવા દેશને અખંડ રાખનાર રજવાડાઓની આઝાદી પછી પહેલી વખત સમર્પણની નોંધ લેવાઈ: શિરોહી મહારાવ

માં નર્મદા નદી કિનારે સરદાર સરોવર બંધ પાસે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાં  પાસે રજવાડાની ઝાંખી કરાવતી ઐતિહાસિક મ્યુઝિયમની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ કચ્છ- સૌરાષ્ટ્ર, મધય ગુજરાત અને રાજસ્થાનના રાજવી પરિવાર દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું રાજવી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સન્માન વેળાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભ કરેલા રજવાડાઓને ભારત દેશની અખંડિતા માટે સૌએ સમર્પિત કર્યા તે ખુબ જ સરાહનીય છે.

562 રજવાડાઓનો ઇતિહાસ, શૌર્ય  અને ગૌરવ ગાથા રજુ કરતું વર્લ્ડ કલાસ મ્યુઝિયમ કેવડીયા ખાતે તૈયાર થશે તે આવનારી પેઢીઓ માટે આ મ્યુઝિયમ પ્રેરણારૂપ  બનશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે ભૂતકાળમાં રાજવીઓએ આપેલા પ્રજાવત્સલ સુશાનમાંથી પ્રેરણા લઇને અમે પ્રજા કલ્યાણના કાર્યો કરી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના એકત્રીકરણમાં સરદાર સાહેબની પ્રેરણાથી પોતાના રાજયો સમર્પિત કરનારા 562 રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવાનો મનોરથ વ્યકત કર્યો હતો અને એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પનાની પ્રેરણા આપી હતી તેને ઝડપથી પૂર્ણ કરવા માટે રાજય સરકાર પ્રતિબઘ્ધ છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

આ ભવ્યાતિભવ્ય ઐતિહાસિક મ્યુઝિયમના નિર્માણ માટેની કમીટીમાં રાજવી પરિવારના સભ્યોની નિમણુંક કરવા અંગે પણ સરકાર યોગ્ય વિચાર કરશે એમ તેમણે જણાવ્યું હતું.

મ્યુઝિયમનું નિર્માણ થકી રાષ્ટ્ર એકતાની ભાવના વધારે દ્રઢ બનશે અને એકતા નર્સરી, એકતા, ભવન, અલગ અલગ ભાષાઓ, બોલી, પહેરવેશ, દરેક પ્રાંતની સંસ્કૃતિ અને કલાને સાથે  એકતાનો ભાવ અહિંયા પ્રસ્તુત થશે તેવો વિશ્ર્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. રાજય

સરકાર કેવડીયાને સંપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ થનારા આ મ્યુઝિયમમાં દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, કલા, સંસ્કૃતિ, વહીવટ, સુશાસન વિગેરેનું અઘતન વર્લ્ડ કલાસ મ્યુઝિયમ આ પરિસરની વિશિષ્ટતા રહેશ.

કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મંત્રી, જયદશસિંહ પરમાર, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ આઇ.કે.જાડેજા ધારાસભ્યો વિરેન્દ્રસિંહજી જાડેજા, પ્રદયુમનસિંહજી જાડેજા અને કીરીટસિંહજી રાણા ઉ5સ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે 562 રજવાડાંઓનું મ્યુઝિયમ બનાવવાની પ્રેરણા નરેન્દ્રભાઇ મોદીએ આપી છે. એ ઝડપથી પૂર્ણ થાય એવા પ્રયાસ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાથ ધર્યા છે. રાજવીઓની વહીવટ કુશળતા, સુશાસન, ત્યાગ, સમર્પણ અને અખંડ ભારતના નિર્માણ  માટે સર્વોચ્ચ અર્પણ કરી દેવાની ઉદારતા બિરદાવી અને સમસ્ત રાજવીઓ અને ક્ષત્રીય સમાજ વતી આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ સરકારનો આભાર માન્યો હતો.

મહારાવ સાહેબ રઘુવીરસિંહજી ઓફ સીરોહીએ 562 રજવાડાઓનો ઐતિહાસિક સંગ્રહાલયના ભગીરથ નિર્ણય અંતરગત નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો અંત: કરણથી આભાર વ્યકત કર્યો હતો. સોને કી ચીડીયા કહેવાતો આપણો સમૃઘ્ધ અને વિશ્ર્વને અનય ક્ષેત્રે આગેવાની કરતો, જ્ઞાન, વિજ્ઞાન અને ઐશ્ર્વર્ય યુકત આપણા રાષ્ટ્રની રાજવીઓએ અને ક્ષત્રિય સમાજે પોતાના રકતના બલીદાન અર્પીને આપણી માતૃભૂમિની સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારો જીવંત રાખ્યાનો શ્રેય અને આઝાદી વખતે એક જ  ક્ષણમાં લોકોના ચરણે રાજવીઓએ રાજય સોંપ્યા હોવાનું ઉદાહરણ ઇતિહાસમાં સર્વ પ્રથમ છે. આઝાદી પછી પહેલીવાર રાજવીઓના સમર્પણની નોંધ લેવાય છે.

રાજકોટના ઠાકોર સાહેબ માંધાતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે અવિરત મહત્વના નિર્ણયો લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતે ઇતિહાસ સર્જી રહ્યા છે. ગુજરાતની વિકાસ યાત્રા ઝડપથી આગળ વધી રહી છે. તયારે દેશના રજવાડાઓના ઇતિહાસને પુન: સજીવન કરવાનો જે નિર્ણય લેવાય છે. એ આનંદ અને ધન્યતાની પળ છે.

મુખ્યમંત્રી વિજયભાઈના ઋણ સ્વિકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રાજાઓ

કચ્છના મહારાવના પ્રતિનિધિ ઠાકોર સાહેબ કૃતાર્થસિંહજી, જોધપૂરના મહારાજાના પ્રતિનિધિ કરણીસિંહજી ઓફ જસોલ, સિરોહી મહારાવ રઘુવિરસિંહજી, સંતરામપૂરના મહારાણા પરંજયદિત્યસિંહજી,રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, ગોંડલ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી, બાલાસિનોર નવાબ સલાલુદિન ખાન, ઉટેલિયાના યુવરાજ સાહેબ ભગીરથસિંહજી, છોટા ઉદેપૂર મહારાજા જયપ્રતાપસિંહ ચૌહાણ, સચીનના નવાબ સીદી રેઝાખાન, સંજેલીના મહારાજ કામખ્યાસિંહજી, ધ્રોલના ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી, રાજકોટ યુવરાજ જયદીપસિંહજી, વઢવાણ યુવરાજ સિધ્ધરાજસિંહજી, દાંતા યુવરાજ રિધ્ધિરાજસિંહજી, મૂળી ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી, વલ્લભીપૂર ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહજી, માળીયા ઠાકોર સાહેબ રાજવીરસિંહજી, સાયલા ઠાકોર સાહેબ સોમરાજસિંહ ઝાલા, લાઠી ઠાકોર સાહેબ કિર્તીકુમારસિંહ, અમરનગર દરબાર અજયસિંહજી, ચોટીલા દરબાર જયવીરસિંહજી, ગાંગડ ઠાકોર સાહેબ રઘુવીરસિંહ, વિરપૂર ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી અને ચુડા યુવરાજ આદિત્યસિંહજી સહિતના અનેક રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.