Abtak Media Google News

ભારત વાતચીત માટે એક પગલુ ભરીશે તો અમે બે પગલા ભરશુ પાક. વડાપ્રધાન ઈમરાન ખાન

પાકિસ્તાન જયાં સુધી આંતકવાદને એકસપોર્ટ કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી વાતચિત અશકય: નિર્મલા સિતારમન

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા રાફેલ ડિલને લઈને વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ ભારત-પાક. સીમા પર વારંવાર થતા આતંકી હુમલાને લઈ સીમા સુરક્ષાના જવાનો હરકતમાં આવી ગયા છે. આ સમગ્ર મુદ્દાઓને ધ્યાનમાં લઈ ભારતની કુટનીતિ અને પડોશી દેશો સાથેના સંબંધોને લઈ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને ખુલ્લા મને ચર્ચા કરી.

નિર્મલા સીતારમને ખુલ્લા મને ચર્ચા કરી.

નિર્મલા સિતારમને ગત સપ્તાહે જ ભારતના સંરક્ષણ મંત્રી તરીકેનું એક વર્ષ પૂર્ણ કર્યું. આ અવસરે તેમણે પડોશી દેશો સાથેના સંબંધો અંગે કેટલીક પેટ છુટી વાત કરી. તેમણે કહ્યું કે જો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વિપક્ષીય સંવાદ કરવા ફરી તૈયાર હોય તો તેમણે આતંકવાદ મુદ્દે ચર્ચા કરવી પડશે. તો બીજી તરફ કોંગ્રેસ રાફેલ ડીલ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.

  • પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, જો ભારત મિત્રતાનું એક ડગલુ ભરે તો પાકિસ્તાન બે ડગલા ભરશે તો શુ દ્વિપક્ષીય મંત્રણાની પ્રક્રિયા ફરી શરૂ થશે. ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સ્પષ્ટ કરી દીધું હતું કે, આપણા પડોશી દેશો સાથે આપણા સબંધો વિકસાવવા તેમણે તેમની શપથવિધિ સમારોહમાં પણ પડોશી દેશોના તમામ વડાઓને આમંત્રિત કર્યા હતા અને ત્યારબાદ તેમણે પાકિસ્તાન સાથે સંબંધો વિકસાવવાના વધુ પ્રયત્નો કર્યા છે. પરંતુ પાકિસ્તાન દ્વારા આતંકવાદને નાથવાના કોઈ પ્રયત્નો થયા નથી. પાકિસ્તાન દ્વારા આતંકીઓને પોષવામાં આવી રહ્યાં છે.

મુંબઈમાં ૨૬/૧૧ના આતંકી હુમલાને ૧૦ વર્ષ જેટલો સમય થઈ ગયો. ભારત સહિત પાકિસ્તાન પણ જાણે છે કે આ આતંકી હુમલામાં તેમના જ દેશના આતંકી સંગઠનની સંડોવણી હતી. આમ છતાં પાક. દ્વારા આતંકીઓને કોઈપણ પ્રકારની સજા આપવામાં આવી નથી. જો કે ભારતે અજમલ કસાબને સજા આપી અને પોતે કાનૂની પ્રક્રિયામાં સાચા છે તેવો સંકેત આપ્યો ? જયારે પાકિસ્તાન આ તમામ હરકતોને નજર અંદાજ કરી રહ્યું છે. આતંકવાદ અંગે વાટાઘાટો, યુદ્ધ વિરામનું ઉલ્લંઘન અને ઘુસણખોરી જેવી પ્રવૃતિઓ પણ પાકિસ્તાન દ્વારા થઈ રહી છે. જેને સુરક્ષાદળના જવાનો દ્વારા ખધેડી દેવામાં આવી રહ્યાં છે.

  • તાજેતરમાં જ નેપાળે ચીન સાથે મળી તેના બિમસ્ટેક અંતર્ગત હાથ મિલાવ્યા છે. તો શું નેપાળ સાથેના આપણા સંબંધો બગડયા છે ?

આ અંગે સિતારમને કહ્યું કે નેપાળ સાથેના આપણા સંબંધો યથાવત છે. આ અંગે ત્રણ વ્યક્તિઓ તેનું નિરિક્ષણ પણ કરી રહ્યાં છે. નેપાળ આર્મીના વડાએ આ અંગે વાત કરતા કહ્યું છે કે, બિમસ્ટેક દ્વારા ચીન સાથેના સંબંધો વધારી ભારત સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થશે નહીં. ભારત અને નેપાળ એક સાથે જ કામ કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળને તેમની મિત્રતા બતાવી છે. નેપાળને જરૂરિયાત સમયે એક સારા પડોશી હોવાનો ધર્મ નિભાવ્યા છે. મોદીના વડાપ્રધાન બન્યા પછી પહેલો પ્રયાસ નેપાળનો હતો અને તેમણે નેપાળની જનતાને પણ ખૂબજ પ્રેમ આપ્યો છે.

  • ચાઈનાના સંરક્ષર મંત્રી ગત માસે ભારતની મુલાકાતે હતા અના સંબંધોને તમે કેવી રીતે જુઓ છો ?

આ અંગે સિતારમને જણાવ્યું કે એપ્રિલમાં વુહાન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જીનપિંગ વચ્ચે રસાયણ અંગે વાતચીત થઈ હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી તેમની વાતચીત દરમિયાન વિકાસની ભૂમિકાને વધુ મહત્વ આપ્યું જેની ચીને પણ સરાહના કરી. ભારત-ચાઈના વચ્ચે બોર્ડરને લઈ ઘણી વાતચીત થઈ અને સત્તાવાર સીમાંકન પણ નક્કી થયું. આ માટે સરહદીય કર્મચારીઓની એક બેઠક મળી અને સીમાંકનના મુદ્દાને પણ દૂર કરવામાં આવ્યો.

  • કોંગ્રેસ દ્વારા વારંવાર સરકાર પર પ્રહાર કરવામાં આવે છે કે રાફેલ ડીલ દ્વારા રૂ.૫૯૦૦૦ કરોડનું કૌભાંડ થયું છે. આ અંગે શું કહેશો ?

આ અંગે જણાવતા નિર્મલા સિતારમને કહ્યું કે આ વાત સાચી નથી. પણ સંરક્ષણ ડીલ થાય તે જગજાહેર કરવામાં આવતી નથી. તેનો કેટલાક નિયમો છે. આ અંગે સંસદમાં ઘણીવાર કહ્યું છે. એરક્રાફટની કિંમત અંગે પણ મેં વાત કરી છે અને ઘણા બધા પ્રશ્ર્નોના જવાબ પણ આપ્યા છે. પરંતુ કોંગ્રેસને એવું લાગે છે કે છેલ્લા ચાર વર્ષમાં રાફેલ ડીલમાં કૌભાંડ થયું છે. જો કે રાફેલ ડીલ દ્વારા કોઈપણ પ્રકારનું કૌભાંડ થયુ નથી.

રાફેલ ડીલ આંતર સરકારી એગ્રીમેન્ટ દ્વારા થઈ છે તેમાં કોઈપણ પ્રકારના વચેટીયાનો સહારો લેવામાં આવ્યો નથી. આ ડીલમાં કૌભાંડ કરી પૈસા સ્વીત્ઝરલેન્ડમાં જમા કરાવાયા નથી. જો કે બોફર્સ કાંડની તપાસ ફોરેન ઈન્વેસ્ટીગેશન એજન્સી કરી રહી છે. તેની જાણ કદાચ કોંગ્રેસને નથી. આ સમગ્ર બોફર્સ કાંડમાં કોંગ્રેસના મોટામાથા સંડોવાયેલા છે.

  • યુએસ સાથેના ટુ પ્લસ ટુ સંવાદ શું હતા, શું લશ્કરી સંમતિથી કોમકાસ દ્વારા ભારતીય વ્યૂહરચના શકય છે ?

બિલકુલ નહીં ભારતને કોમકાસ સાથે વિશિષ્ટ કરાર કર્યા છે જે અંતર્ગત યુએસ અને ભારત વચ્ચે પણ કેટલીક બાબતોને જાહેર કરવામાં નહીં આવે. ટુ પ્લસ ટુ સંવાદ અત્સંગ મહત્વપૂર્ણ સંવાદ છે તે યુએસ અને ભારતના સંરક્ષણ અને વિદેશી બાબતોના પરિપ્રેક્ષ્યને સમજવામાં મદદ કરે છે.

તો બીજી તરફ એસ-૪૦૦ની તમામ બાબતોની ચર્ચા થઈ નથી. અગાઉ જણાવ્યું એમ અમે રશિયા સાથે સંબંધો વધુ સ્થાપિત કરવા જહેમત ઉઠાવી રહ્યાં છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.