Abtak Media Google News

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પાસાનું શસ્ત્ર અપનાવી ભુજ જેલ હવાલે કર્યો

શહેરમાં યોગા ટીચર સહિત 100થી વધુ મહિલાઓની છેડતી કરનાર ગોલ્ડ મેડાલીસ્ટ કુસ્તીબાજ ને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પાસાના પીંજરે પુરયો છે. છેડતીના ગુનામાં જામીન પર છૂટી બહાર આવેલ આરોપી કૌશલની રાજકોટ માલવિયાનગર પોલીસે અટકાયત કરી આરોપી કૌશલ પીપળીયાની પાસા તળે અટકાયત કરી ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.  થોડા દિવસ પહેલા અક્ષર માર્ગ પર યોગા ટીચર સાથે લિફ્ટની અંદર અત્યંત બિભત્સ હરકત કરીને મહિલાને માર માર્યાની ઘટનામાં પોલીસે કુસ્તીમાં ગોલ્ડ મેડાલિસ્ટ કૌશલ રમેશભાઈ પીપળીયાની તેના ઘેરથી જ ધરપકડ કરી હતી. જો કે છેડતીના ગુનામાં જામીન પર છુટકારો મેળવી જેલમાંથી બહાર આવેલ આરોપી કૌશલ પીપળીયા વિરુધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરી તેની અટકાયત કરી તેને ભુજ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

વિકૃત યુવાન કૌશલ સામે ફરિયાદ નોંધાવવાની જે યોગા ટીચરે હિમત ઘખવી છે એ કાબિલે દાદ છે. યોગા ટીચરની જે બિલ્ડિંગમાં આરોપી કૌશલે છેડતી અને હુમલો કર્યો એ બિલ્ડીંગમાં યોગા ટીચરના આવવાના સમયે કેવી અવર જવર હોય છે એ જાણવા મનોવિકૃત કૌશલે બનાવના ત્રણ દિવસ પહેલાં રેકી કરી હતી. કોઇને શંકા ન જાય એ માટે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભો રહી ગયો હતો અને જેના પણ સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા હતા.

વિકૃત કુસ્તીબાજ કૌશલ પીપળીયા દેવપરા વિસ્તારમાં વિવેકાનંદ સોસાયટીમાં વિશાખા ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહે છે.એ એપાર્ટમેન્ટમાં એક ફલેટમાં ટ્યુશન કલાસીસ ચાલે છે. આ ક્લાસીસમાં આવતી એક તરૂણી સાથે ચારેક મહિના પહેલાં એક શખસે બિભત્સ ચેષ્ટા કરી હતી, તરૂણીએ બૂમાબૂમ કરતા રહેવાસીઓ દોડી આવતા મોઢે માસ્ક પહેરેલો શખસ ધક્કા મારીને નાસી ગયો હતો. આબરુના કારણે જે તે સમયે ફરિયાદ નોંધાવાઇ ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.