શિયાળા સાથે ધૂમ મચાવતી ચીકીની સ્વાદીષ્ટ દુનિયા: માત્ર સ્વાદ અને બાળકોના “ભાગ” માટે જ નહીં ચીકી આરોગ્ય માટે પણ ઉપયોગી

રાજકોટ, અબતક

શિયાળાની જમાવટ થાય એટલે ઘરના રસોડામાં તલસાકડી થી લઈને માંડવી પાક અડદિયા ના લાડવા જેવા પાક.ના તાવડા ચઢાવવાની પરંપરા હવે આપણી બદલાયેલી સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થાના કારણે ભૂતકાળ બની છે, પરંતુ હજુ શિયાળામાં અને આખું વરસ વિવિધ પ્રકારના પાક ખાવાની આપણી આદત અને શોખ ગયો નથી…

રૂપિયા બસ્સોથી લઇ બારસોના કિલો લેખે બજારમાં વેચાતી
ચીકીમાં પિસ્તાથી લઇ તલની ચીકી ના “સંગમ” થી સંવાદ રસિકોને મજો મજો 

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં દાયકાઓ પહેલા ધીરે-ધીરે શરૂ થયેલા ચીકી ઉદ્યોગેપ્રગતિ કરીને સમગ્ર વિશ્વમા રાજકોટનું નામ ગુંજતું કરી દીધું છે, આ વર્ષે પણ શિયાળાની જેમ જમાવટ થતી જાય છે તેમ તેમ ચીકી બજાર જોરમાં આવતી જાય છે રાજકોટમાં રૂપિયા 200 થી લઇ 1200 રૂપિયા સુધીની ચીકી ની આઈટમ મળે છે…

રાજકોટમાં ગૃહ ઉદ્યોગ અને કારખાનાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ચીકી બને છે  અબ તકની ટીમ સાથે ચીકીની વૈવિધ્યસભર દુનિયા અંગે સંગમ ચીકી ના સલીમભાઈ એ વાતચીત કરતા જણાવ્યું હતું કે ચીકીની લગભગ ચારથી પાંચ ડ્ઝંન જેટલી વેરાયટીઓ બને છે, આજે બજારમાં 200 થી લઇ 1200 રૂપિયા સુધીની વિવિધ વેરાયટીઓ માં ગોળ અને ખાંડ એમ બન્ને પ્રકારની ચીકીમાં રાજગરા ,સીંગદાણા ,કાળા/ સફેદ તલ ટોપરું કાજુ બદામ, કિસમિસ, પિસ્તા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રુટ દાળિયા જેવા વિવિધ પ્રકારની ચીકી બને છે સામાન્ય રીતે ચીકી શિયાળામાં વધુ ખાવાનું મન થાય જોકે હવે રાજકોટની ચીકી બાર મહિને વેચાય છે.

સમય અને સંજોગો સાથે ચીકી ઉદ્યોગને પણ ઘણા પરિવર્તનો સ્વીકાર્યા છે હવે બજારમાં ખાંડ અને ગોળની સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર-ફ્રી ચીકી પણ બને છે ….દાંતવાળા ચીકી ખાય તો દાંત વગરના લોકોનું શું ,?   બોખા લોકો પેઢા થી ચીકી ની મજા લઇ શકે તે માટે બજારમાં તલની સાની અને ચીકી નું ભૂસુ પણ મળે છે

ઉદ્યોગની સાથે સાથે જલારામ  સંગમ અને હાંસ ગ્રાન્ડ ની ચીકી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ નીકાસ થાય છે… માંડવી પાક થી શરૂ થયેલી ચીકીની આ સફર માં તલસાકડી ખજૂર પાક ટોપરાપાક ડ્રાય ફ્રુટ ચીકી અને દાળિયાની ચીકી સવિશેષ ચાલે છે મમરા ના લાડુ જેવી ચીકી સિવાયની તલ અને ગોળ ની આઈટમો પણ બજારમાં અત્યારે ધૂમ મચાવે છે

માત્ર સ્વાદ અને બાળકોના “ભાગ” માટે જ નહીં ચીકી આરોગ્ય અને શરીરસૌષ્ઠવ માટે પણ ખૂબ જ ઉપયોગી છે

માંડવી ,તલ ,ટોપરા ,દાળિયા, ડ્રાયફ્રુટ ની ચીકી  ખાવાથી શરીરમાં ઉર્જા અને ખાસ કરીને “ઈમ્યુનિટી પાવર” વધતું હોવાથી આરોગ્ય પ્રેમી અને શિક્ષિત લોકો પોતાના પરિવારના બાળકોને બજારની અન્ય વસ્તુઓ ખવડાવવાના બદલે ચીકી ખવડાવવાનું વધારે આગ્રહ રાખે છે, રાજકોટનો આ ચીકી ઉદ્યોગ સ્થાનિક રોજગારી ની સાથે સાથે વિદેશી હૂંડિયામણ માટે પણ નિમિત્ત બને છે

ચીકી ના ઉદ્યોગ ની શાખ રાજકોટ વાસીઓ ના સોખ સાથે જોડાઈ છે.
રાજકોટ વાળા દેશ અને પરદેશમાં જ્યાં વસતા હોય

રાજકોટ ની દીકરી બીજે ગામ સાસરે હોય તો શિયાળામાં અવશ્યપણે રાજકોટથી ચીકી મંગાવવાનો આગ્રહ રાખે છે, આમ શિયાળાની ઠંડીના માહોલમાં રાજકોટમાં ચીકી ની બજાર ગરમ બની છે બજારમાં વિવિધ પ્રકારની ચીકી નું વ્યાપક પ્રમાણમાં વેપાર થઇ રહ્યો છે