Abtak Media Google News

સ્વ. સહાય જૂથ કેશ ક્રેડિટ કેમ્પમાં 247 સખી મંડળોને કરોડોની લોન ધીરાણના હુકમો

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરના અધ્યક્ષસ્થાને હેમુ ગઢવી હોલ ખાતે પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

“નારી તું નારાયણી”ના સૂત્રને યાદ કરતાં  જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે પ્રસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તળે આજે મહિલાઓના સ્વાવલંબન માટે અનેકવિધ કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્યજનની ચિંતા કરતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કલ્યાણકારી યોજનાઓ થકી લોકોની સાથે ખડે પગે ઉભી રહી છે. ગામડાની બહેનોના સર્વાગી વિકાસ માટે આ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન ઘણું મહત્વનું બની રહેશે. બહેનો વધુને વધુ આગળ વધતી રહે તેવી નેમ સાથે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તત્પર છે, તેમ ભૂપતભાઈ બોદરે ઉમેર્યું હતું.માતૃશકિતને વંદન કરીને કલેકટર અરુણ મહેશ બાબુએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓની શ્રેષ્ઠ કામગીરી ખરેખર પ્રેરણાદાયી છે.

આ કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે સ્વસહાયના 15 જૂથોને 1 લાખથી લઈને 13 લાખ 50 હજાર સુધીનાં ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ધિરાણ મેળવનાર બહેનો તેમજ વિવિધ સખી મંડળની બહેનોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (day-nrlm) 2022-23 અંતર્ગત સખી મંડળના 247 સ્વસહાય જુથોને વિવિધ બેંકો દ્વારા રૂ. 260 લાખની કેશ ક્રેડિટ લોનની માતબર રકમ ચુકવવામાં આવી હતી. આ ઉપરાંત 136 સ્વસહાય જુથોને ચાલુ વર્ષે કુલ રૂ. 40.80 લાખના રીવોલ્વિંગ ફંડ અને 35 સ્વસહાય જુથોને કુલ રૂ. 283. 20 લાખની સી. આઈ.એફ. ( કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ)ની ચૂકવણી કરવામાં આવી છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  એન.આર.ધાધલ અને પ્રાસંગીક પ્રવચન જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન શ્રી સરોજબેન મારડીયા અને આભારવિધિ લાઈવલીહુડ મેનેજર  વિરેન્દ્રસિંહ બસિયાએ કરી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સવિતાબેન વસાણી, અગ્રણી  મનીષભાઈ ચાંગેલા, મનસુખભાઇ રામાણી, વિવિધ બેન્કનાં અધિકારી ઓ, ઉપસ્થિત રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.