Abtak Media Google News

વોર્ડ નં.12માં 150 ફૂટ રીંગ રોડ ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી ચાલી રહેલ સી.સી. રોડનું કામ ચાલી રહ્યું છે. જેમાં એજન્સી દ્વારા ખૂબ જ ધીમી કામગીરી કરવામાં આવતી હોય આજે  સ્થળ મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ ઠપકો આપ્યો હતો અને કામને સ્પીડ આપવા તાકીદ કરી હતી.

મેયરના વોર્ડમાં જ સીસી રોડની કામગીરી ધીમી:એજન્સીને ઠપકો

વોર્ડ નં.12માં ઉમિયા ચોકથી બાપા સિતારામ ચોક સુધી ચાલતા સીસી રોડનાં કામની સ્થળ મુલાકાત લેતા અગ્રણીઓ

Untitled 2 1

ચોમાસની સીઝનમાં લોકોને રતીભાર પણ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા પણ કડક તાકીદ

કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.12માં રૂ.2.67 કરોડના ખર્ચે ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી સી.સી. રોડની કામગીરી ચાલી રહી છે. જેની સ્થળ મુલાકાત આજે  મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં.12ના કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, વોર્ડ નં.11ના કોર્પોરેટર લીલુબેન જાદવ, રાણાભાઇ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા,  શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, વોર્ડ નં.12ના પ્રભારી રાજુભાઈ માલધારી, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, વોર્ડ નં.11ના પ્રભારી હસમુખભાઈ ચોવટિયા, પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી સંજયભાઈ બોરીચા, હસમુખભાઈ માકડીયા, તેમજ ભાજપ અગ્રણી છગનભાઈ જાદવ, ફર્નાન્ડીઝભાઈ પાડલીયા, વૈભવભાઈ બોરીચા, પ્રવીણભાઈ પાઘડાર, વિજયભાઈ કોરાટ, સ્નેહલબેન જાદવ, આયદાનભાઈ બોરીચા, ભરતભાઈ શિંગાળા લીધી હતી.

Bapa

આ સિમેન્ટ કોક્રિંગ રોડ 5600 ચો.મી. એરિયામાં હાઈ વોલ્યુમ ફ્લાયએશ એમ – 40 ગ્રેડથી બનશે. વરસાદી પાણીના નિકાલ માટે 1600 રનીંગ મીટરની લંબાઈમાં 900/600 એમ.એમ. ડાયાના આર.સી.સી. એન પી. 3 ક્લાસના પાઈપ લાઈનને લેઈંગ કરવામાં આવશે તથા અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટીઝ માટે અન્ડર ગ્રાઉન્ડ સર્વિસ પાઈપ નાંખવામાં આવશે. વધુમાં, સિમેન્ટ રોડની સાઈડમાં 1.50 મીટર પહોળાઈમાં 2400 ચો.મી. એરિયામાં ઇન્ટર લોકીંગ પેવિંગ બ્લોક લગાડવામાં આવશે.

આ સિમેન્ટ કોક્રિંગ રોડ તૈયાર થવાથી ઉમિયા ચોક થી બાપા સીતારામ ચોક સુધી આશરે 15 થી 20 સોસાયટીના લોકોને ચોમાસાની ઋતુ દરમ્યાન પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ થશે. તેમજ ગોકુલધામ મેઈન રોડ પરથી આવતું વરસાદી પાણીનો પણ યોગ્ય તથા ઝડપથી નિકાલ થશે. જેથી વરસાદી પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ થતા અંદાજીત 15 હજારની વસ્તીને લાભ થશે.

એજન્સી દ્વારા ઉપરોક્ત કામ ખુબ જ ધીમી ગતિએ કરવા તાકીદ કરી છે. ચોમાસામાં લોકોને અવર-જવર માટે રસ્તો મળી રહે તે માટે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.