Abtak Media Google News

ગોંડલના વેપારીએ ડોમીનોઝ કંપનીની ફેન્ચાજીસ મેળવવા 33.42 લાખ ગુમાવ્યા

દિલ્હીની ઠગ ગેંગે પાર્ટનર ડોમીનોઝ ઇન્ડિયા ફેન્ચાઇઝી અને જુબીલાન્ટ ફુડાર્કસ લીમીટેડ નામની બે બોગસ વેબ સાઇડ બનાવી છેતરપિંડી કરી

રજીસ્ટ્રેશન ફી, ફ્રેન્ચાઇઝીસ ફી, સાઇડ વિઝીટ ચાર્જ, ઇન્સ્યુરન્સ ચાર્જ અને અન્ય ચાર્જ ઓન લાઇન મગાવી ઠગ ગેંગે મોબાઇલ બંધ કરી દીધા

ગોંડલના યુવકને દિલ્હી નોઇડાની ઠગ ગેંગે ડોમીનોઝ પિઝાની ફેન્ચાઇઝી અપાવવના બહાને જુદા જુદા ચાર્જ તરીકે ઓન લાઇન રુ.33.42 લાખ મેળવી ઠગ ગેંગે મોબાઇલ  બંધ કરી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દિલ્હીની ઠગ ગેંગ પાર્ટનગર ડોમીનોઝ ઇન્ડિયા અને જુબીલાન્ટ ફુડાર્કસ નામની બોગસ વેબ સાઇડ બનાવી દિલ્હીની ગેંગ છેતરપિંડી કરતી હોવા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધતા પોલીસે સાત શખ્સો સામે સાયબર ક્રાઇમ અને ઠગાઇ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ભવનાથ-2માં રહેતા અને ગુંદાળા ચોકડી પાસે રોયલ ઇન્ફીલ્ડ કંપનીના શો રુમમાં બેસી વેપાર કરતા જયેન્દ્રસિંહ કરણુભા જેઠવા નામના યુવાને દિલ્હી નોઇડાની ઠગ ગેંગના રાજેશ ગુપ્તા, નંદલાલસ રવિચંદ્ર ઘોસ, મુરલીસ દિપેશ અગ્રવાલસ અન્ે મનોજ મહાનંદ નામના શખ્સો સામે રુા.33.42 લાખની ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જયેન્દ્રસિંહ જેઠવાએ ડોમીનોઝ પિઝાની ફેન્ચાઇઝી મેળવવા 2020માં અરજી કરી હતી. દરમિયાન ગત તા.3-9-22ના રોજ 99033 20365 નંબરના મોબાઇલમાંથી કોલ આવ્યો હતો. પોતે દિલ્હી નોઇડા  ગૌતમબુધ્ધનગર ડોમીનોઝ કંપનીના પી.આર.ઓ. રાજેશ ગુપ્તા બોલતો હોવાનું જણાવીૂ ડોમીનોઝ કંપનીની ફેન્ચાઝી મેળવવા અરજી કરી છે તેમ પુછયું હતું. આથી જયેન્દ્રસિંહ જેઠવાએ ફેન્ચાઝી મેળવવા અરજી કરી હોવાનું હા કહી પોતે ફેન્ચાઝી માટે ઇચ્છુક છે તેમ જણાવ્યું હતુેં.

આથી રાજેશ ગુપ્તાએ તમારા દ્વારા ઓન લાઇન કરાયેલી અરજીનો સ્વીકાર કરવામાં આવે છે. તમારા વિસ્તારનો સર્વે કરવામાં આવશે, કંપનીના નિયમ મુજબ ફેન્ચાઇઝી આપવામાં આવશે તમારે ઓન લાઇન ઇન્ટર્યુ આપવાનું રહેશે થોડા દિવસ બાદ ડોમ્ીનોઝ પિઝા કંપનીના કોઇ કર્મચારી હોવાનું કહી આવેલા ફોનમાં ઓન લાઇન ઇન્ટર્યુ કયુઈ હતું. તેમાં કેટલો અભ્યાસ કરેલો છે. હાલ શુ બિઝનેશ કરો છો, અંગ્રેજી આવડે છે તેનું પૂછી એક એપ્લીકેશન મોકલી હતી. તેમાં રજીસ્ટ્રર ફીના રુા.47, 600 ચુકવવા જણાવ્યું હોવાથી જયેન્દ્રસિંહ જેઠવાએ ગત તા.5-9-22ના રોજ રાજેશ ગુપ્તાના કહેવા મુજબ ગુગલ પેથી ચુકવી આપ્યા હતા. ત્યાર બાદ ફેન્ચાઇઝી ફી પેટે રુા.5 લાખ માગવામાં આવતા ઓન લાઇન પેમેન્ટ કરી દીધુ હતું.

તા.10-9-22ના જયેન્દ્રસિંહ જેઠવાને જુદા જુદા ચાર્જ માટે રુા.1.35 ચુકવવા ઇ મેઇલ દ્વારા મેસેજ આવ્યો હોવાથી 1.35 લાખ ચુકવ્યા હતા. ડોમીનોઝ કંપનીના અધિકારીઓ સાઇડ વિઝીટ માટે આવવા છે તેના ખચ4 માટે રુા.5.61 લાખ મગાવ્યા હતા,  ત્યાર બાદ કિચન મેઇન્ટ માટે રુા.8.15 લાખ ચુકવ્યા હતા. જયેન્દ્રસિંહ જેઠવાએ કુલ રુા.33.42 લાખ ચુકવી દીધા હોવા છતા ફેન્ચાઇઝી અંગે આગળ કોઇ કાર્યવાહી કરી ન હતી અને તમામ શખ્સોએ પોતાના મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધા હોવાથી જયેન્દ્રસિંહ જેઠવાએ દિલ્હી નોઇડા ખાતેની ડોમીનોઝ કંપનીમાં તપાસ કરતા તેઓ ઓન લાઇન ફેન્ચાઇઝી આપતા ન હોવાનું જણાવ્યું હતું

તેમજ પાર્ટનર ડોમીનોઝ ઇન્ડિયા ફેન્ચાઇઝી અને જુબીલાન્ટ ફુડાર્કસ વેબ સાઇડ પણ બોગસ બનાવી છેતરપિંડી કર્યાનું જણાતા જયેન્દ્રસિંહ જેઠવાએ રાજેશ ગુપ્તા સહિત સાત શખ્સોએ બોગસ વેબસાઇડ બનાવી ડોમીનોઝ કંપનીની ફેન્ચાઇઝી આપવાના બહાને જુદા જુદા ચાર્જ તરીકે રુા.33.42 લાખ ઓન લાઇન પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા ગોંડલ પોલીસ મથકના પી.આઇ. એચ.આર.સંગાડાએ સાયબર ક્રાઇમ અને છેતરપિંડી અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.